Coronavirus : આસારામને જેલમાં કોરોનાનો ડર લાગ્યો, હાઇકોર્ટે જામીન ફગાવ્યા

News18 Gujarati
Updated: March 31, 2020, 2:35 PM IST
Coronavirus : આસારામને જેલમાં કોરોનાનો ડર લાગ્યો, હાઇકોર્ટે જામીન  ફગાવ્યા
ફાઇલ તસવીર

સગીરા પર બળાત્કારના આરોપમાં દોષિત આસારામ જોધપુરની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની વહેતી ગંગામાં હાથ ધોઈ અને જામીન અરજી દ્વારા જોધપુર જેલમાંથી બહાર આવવાવાનું આસારામનું સ્વપ્ન રોળાતું નજરે પડે છે. આસારામે જોધપુર જેલમાંથી જામીન અરજી કરી અને કોરોનાનો ચેર લાગવાનો ડર દર્શાવ્યો હતો. જોકે, ગુજરાત હાઇકોર્ટે તેને જામીન અરજી નામંજૂર કરી છે.

84 વર્ષના આસારામ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી. આસારામ છેલ્લા કેટલાક વર્ષોથી રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે. વર્ષ 2018માં આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારપી હતી. સગીરા પર બળાત્કારનો દોષિત આસારમ હાલમાં જોધપુર જેલની હવા ખાઈ રહ્યો છે ત્યારે તેણે કોરોનાની આડમાં જેલમાંથી છટકવાનો પ્લાન ઘડ્યો હતો પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો :  Coronavirus : આશાનું કિરણ જન્મ્યું, કોરોનાની સંભવિત રસી શોધવામાં સફળતા, covid19 પર પ્રયોગ શરૂ

ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશઅનુસાર ગઈકાલે 48 કેદીઓને મુક્ત કર્યા હતા પરંતુ નિયમનુસાર આ કેદીઓના કેસની સુનાવણી ચાલું છે અથવા તો તેઓને 7 વર્ષની સજા પડી છે જ્યારે આસારામને મહત્તમ સજા પડી હોય અને તે આજીવન કેદની સજા ભોગવી રહેલ હોવાથી ન્યાયાધીશે તેના વકીલની દલીલોને ફગાવતા જામીન નામંજૂર કર્યા છે.

આ પણ વાંચો :   ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા RBIની 3 મહિનાની છૂટ લેવાનો વિચાર બિલકુલ ફાયદાનો સોદો નથી! વાંચો

આસારામ અને તેના પુત્રની નારાયણ સાઈની લીલાઓ ખુલ્લી પડતા તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. આસારામને વર્ષ 2013માં ઝડપી અને જોધપુરની જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના કારણે પ્રવર્તેલા સંજોગો મુજબ દેશની જુદી જુદી જેલમાંથી કેદીઓને જામીન આપવામાં આવી રહ્યાછે ત્યારે આ વહેતી ગંગામાં આસારામે હાથ ધોવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

 
First published: March 31, 2020, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading