કોરોનાના કહેર વચ્ચે જુલાઈમાં ગુજરાત HCની અભૂતપૂર્વ કામગીરી, 4240 રજીસ્ટર્ડ કેસો પૈકી 3128નો નિકાલ

કોરોનાના કહેર વચ્ચે જુલાઈમાં ગુજરાત HCની અભૂતપૂર્વ કામગીરી, 4240 રજીસ્ટર્ડ કેસો પૈકી 3128નો નિકાલ
ફાઈલ તસવીર

હાઇકોર્ટના સિંગલ જજની અને ડિવીઝન બેંચોએ મળીને જુલાઇના એક મહિનામાં વિવિધ કેસોમાં ૭૩૬૪ આદેશો કર્યા છે જ્યારે કે ૫૦ અંતિમ ચુકાદા પણ સંભળાવ્યા છે.

  • Share this:
અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે (coronavirus) ચીફ જસ્ટિસ (Chief Justice) વિક્રમ નાથના નેતૃત્વમાં જુલાઇ મહિનામાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat high court) અભૂતપૂર્વ કામગીરી કરતાં કુલ ૪૨૪૦ રજીસ્ટર્ડ કેસો પૈકી ૩૧૨૮ કેસોનો ૭૩.૭૭ ટકાના દરે સફળતા પૂર્વક નિકાલ કર્યો હતો. હાઇકોર્ટના સિંગલ જજની અને ડિવીઝન બેંચોએ મળીને જુલાઇના એક મહિનામાં વિવિધ કેસોમાં ૭૩૬૪ આદેશો કર્યા છે જ્યારે કે ૫૦ અંતિમ ચુકાદા પણ સંભળાવ્યા છે.

જુલાઇનો મહિનો હાઇકોર્ટ માટે અત્યંત પડકાર ભરેલો હોવા છતાંય હાઇકોર્ટે ૨૦ દિવસ કાર્યવાહી કરી નાગરિકો અને ન્યાયના હિતનું રક્ષણ કર્યું હતું.આ સમગ્ર મામલે હાઇકોર્ટે કોરોના મહામારી વચ્ચે જુલાઇ મહિનાનો રિપોર્ટકાર્ડ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઇ મહિનામાં હાઇકોર્ટમાં કુલ ૫૨૩૨ સિવિલ અને ક્રિમિનલ કેસો ફાઇલ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૫૪ સિવિલ અને ૪૦૫ ક્રિમિનલ કેસોમાં વચગાળાની અરજી ફાઇલ કરાઇ હતી. કુલ ફાઇલ થયેલા કેસોમાંથી ૩૪૮૧ રજીસ્ટર્ડ થયા હતા.૧૫૧૫ સિવિલ કેસો ફાઇલ થયા હતા અને એ પૈકી ૧૧૭૪ દાખલ કરાયા હતા. જેમાંથી મોટાભાગના કેસો પ્રિવેન્શન ઓફ ડિટેન્શન લૉ હેઠળના હતા. ૨૦ જાહેરહિતની અરજીઓના કેસ પણ એમાં સામેલ છે. આ તરફ કુલ ૩૦૫૪ ક્રિમીનલ એટલે કે ફોજદારી કેસો ફાઇલ થયા હતા. જે પૈકી ૫૯૨ નિયમીત જામીન, ૨૬૧ આગોતરા જામીન, ૩૨૬ હંગામી જામીન અને ૧૧ અરજીઓ જામીન રદ કરવા માટેની થઇ હતી. જુલાઇ મહિનામાં કેસોના ઇ-ફાઇલિંગની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં હાઇકોર્ટ દ્વારા ત્રણ વધારાના ઇ-મેઇલ એડ્રેસ જાહેર કરાયા હતા. કુલ ૧૩ ઇ-મેઇલ એડ્રેસ પણ વકીલો ઇ-ફાઇલિંગ કરી શક્યા હતા.

હાઇકોર્ટ સમક્ષ જુલાઇ મહિનામાં કુલ ૯૪૦૮ મેટર્સ સુનાવણી માટે મૂકાઇ હતી. જેમાં ૩૭૧૫ સિવિલ અને ૫૬૯૩ ક્રિમીનલ પ્રકારની મેટર્સ હતી. આ કેસોની સુનાવણી માટે કુલ સિંગલ જજની ૨૬૧ અને ડિવીઝન(બે) જજોની ૫૨ સિટીંગ્સ થઇ હતી. આ મહિના દરમિયાન ચીફ જસ્ટિસની સૂચના મુજબ ઓનલાઇન મેન્શનિંગ માટેનું પ્લેટફોર્મ પણ વકીલોને પુરું પાડવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૦૭ મેટર્સ ઓનલાઇન મેન્શન થઇ હતી.

જુલાઇ મહિના દરમિયાન કુલ ૩૧૨૮ કેસોનો નિકાલ કરાયો હતો. જેમાં ૫૬૬ વચગાળાના કેસોને બાદ કરતાં મુખ્ય ૨૫૬૨ કેસોનો નિકાલ કરાયો હતો. જે પૈકી ૭૬૩ સિવિલ અને ૧૭૯૯ ક્રિમીનલ કેસો હતા. એટલું જ કુલ ૩૧૨૮ પૈકી ૬૦૫ એવા કેસોનો નિકાલ પણ હાઇકોર્ટે કર્યો છે જે લૉકડાઉન પહેલા ફાઇલ કરવામાં આવ્યા હતા.

હાઇકોર્ટના બે ડઝન કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાકોરોના મહામારી અને લૉકડાઉનની અસર હાઇકોર્ટમાં પણ જોવા મળી. હાઇકોર્ટે જણાવ્યું છે કે,‘આ સમય દરમિયાન હાઇકોર્ટની રજીસ્ટ્રીના બે ડઝન કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ઓથોરિટીઝે સંક્રમણનું મૂલ્યાંકન કર્યા બાદ હાઇકોર્ટને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન પણ જાહેર કરાયું હતું. ત્યારબાદ અગમચેતીના ભાગરૂપે ચીફ જસ્ટિસ વિક્રમ નાથના આદેશથી હાઇકોર્ટને બે રજાના દિવસો સહિત કુલ પાંચ દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી.
Published by:ankit patel
First published:August 08, 2020, 23:12 pm