કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી: 'ગુજરાત સરકારે આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું'

કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી: 'ગુજરાત સરકારે આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું'
RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા,

RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા,

 • Share this:
  રાજ્યમાં કોરોનાના કારણ જે કપરી સ્થિતિ સર્જાઇ છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો કર્યો હતો. જેની છેલ્લા થોડા સમયથી ઓનલાઇન સુનવણી ચાલી રહી છે. ત્યારે આજે પણ, ચોથી મેનાં રોજ પણ સુનવણી થઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.

  આ સુનાવણીમાં રાજ્યની હૉસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. આ સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ.  અમદાવાદ: પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખતો, નણંદોઈએ પરિણીતા પર દાનત બગાડી, સાડી ખેંચી, સ્પર્શ કરી છેડતી કરતો

  હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ પર ફટકાર

  આ ઉપરાંત ભરુચની હૉસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે પણ વાત કરવામાં આવી હતી. જેમાં હૉસ્પિટલ પાસે ફાયર NOC નહોતું તેવી જાણ કરવામાં આવી હતી. સાથે જ આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ તેમ કહ્યું હતું. સાથે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે, આ ફાયર NOC મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.

  આરટીપીસીઆર ટેસ્ટ ઘટાડવામાં આવ્યાં 

  આ ઉપરાંત શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના rtpcr ટેસ્ટ 23 એપ્રિલથી 1.89 લાખ હતા, તે ઘટીને 1.38 થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે મને એક કોલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ધન્વંતરિ હૉસ્પિટલમાં લંચ 4:00 વાગે આપવામાં આવ્યો હતો. આ સાથે સિનિયર એડવોકેટ પરસી કવિનાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા,પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વતંરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ PHC સેન્ટર આગળ જ પાર્ક હોય છે.

  મહેસાણા: ટેન્કરની ટક્કરે વાહન 100 ફૂટ ઢસડાયું, માતા-પુત્રનું મોત, પરિવાર કોવિડમાં સેવા કરીને પરત આવતો હતો

  ગામડાઓમાં પણ પરિસ્થિતિ ગંભીર બની

  તેમણે વધુમાં જણાવ્યું કે, નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવારનો અભાવ છે. એડવોકેટે વધુમાં જણાવ્યું કે, DRDO હૉસ્પિટલમાં 600 જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. વધુમાં જણાવ્યું કે, DRDO હોસ્પિટલમાં બાથરૂમ જુઓ તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે આપણને આની વ્યવસ્થા હજી નથી આવડી. ત્યાં કોઈ સ્ટાફ નથી, કોઇ સફાઈ કામદારો નથી.

  'વેક્સિનેશનમાં પણ ફિયાસ્કો'

  RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા, ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. RT-PCRની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જોઈએને કેમ જણાવતા નથી.  'જરૂર વગર તેઓ એડમિટ થાય અને ઓક્સિજનવાળા બેડ ભરાય છે'

  એએમસીની વ્યવસ્થા અંગે હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. જે બાદ  AMCના એડવોકેટ મિહિર જોશીએ જણાવ્યું કે, AMC અને 108 સંકલન કરીને દર્દીઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને હોસ્પિટલનું અલોકેશન કરે છે. AMCએ પ્રાઇવેટ હોસ્પિટલમાં 75 ટકા બેડ રિઝવ કર્યા છે. લોકો ડાયરેક્ટ કાર લઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, જરૂર વગર તેઓ એડમિટ થાય જેથી ઓક્સિજનવાળા બેડ ભરાય છે. એટલે અમે સેન્ટ્રલ કન્ટ્રોલર ટીમને રાખી છે. તેઓ 108માં આવેલ દર્દીઓ જો ગંભીર હોય તો તે નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવે છે.  રાજ્ય સરકારે એફિડેવિટની અંદર જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગેના બોર્ડ મુકવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે RTPCR ટેસ્ટમાં વધારો કર્યો છે અને રાજ્યમાં વધુ ચાર જગ્યા પર ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ શરુ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો શરુ કરાયા છે. તો હવે અમદાવાદની હૉસ્પિટલોમાં દર્દીઓને 108ના બદલે ખાનગી વાહનોમાં પણ દાખલ કરવામાં આવે છે. આ સિવાય જે આધાર કાર્ડનો ક્રાઈટેરિયા મુકાયો હતો, તેને પણ દૂર કરાયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:May 04, 2021, 13:41 pm

  ટૉપ ન્યૂઝ