Coronavirus : 99 વર્ષના માજી MLAએ PM મોદીને કહ્યું, 'બધાને સમજાવો, ભેગા મળી ચીન પર તૂટી પડો'

News18 Gujarati
Updated: April 20, 2020, 5:36 PM IST
Coronavirus : 99 વર્ષના માજી MLAએ PM મોદીને કહ્યું, 'બધાને સમજાવો, ભેગા મળી ચીન પર તૂટી પડો'
PM Modi અને રત્નાબાપાની વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

PM મોદી અને મેંદરડા-માળિયા હાટીનાના માજી ધારાસભ્ય રત્નાબાપાની વાતચીતનો Audio વાયરલ

  • Share this:
અમદાવાદ : રવિવારે એક સમાચાર પ્રગટ થયા હતા કે મેંદરડાના પૂર્વ ધારાસભ્ય (Ex MLA Ratnabhai Manjibhai Thumar)એવા 99 વર્ષીય રત્નાભાઈ મનજીભાઈ ઠુંમરે તેની મરણમૂડીના 51 હજાર રૂપિયા કોરોના સામેની લડાઈમાં આપી દીધા હતા. જૂનાગઢ કલેક્ટર (Junagadh Collector Office)કચેરી ખાતે પહોંચીને 99 વર્ષીય રત્નાબાપાએ મુખ્યમંત્રી રાહત ફંડ (CM Relief Fund)માં રૂ. 51 હજારનો ચેક આપ્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે રત્નાબાપા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક (PM Modi Talks Gujarat's 99 year old Ex-MLA) વાતચીત કરી હતી. રત્નાબાપાએ પૈસા આપ્યા તે યાદી વડાપ્રધાન મોદીએ ચેક કર્યા બાદ વડાપ્રધાન મોદીએ રત્નાબાપા સાથે ટેલિફોન પર વાત કરી હતી જેમાં રત્નાબાપાએ ચીન પર તૂટી પડવાની હાકલ કરી હતી.

'અમે કઈ કરી શકીએ એમ નથી તમે હંધાય ભેગા મળી ચીન પર તૂટી પડો'

રત્નાબાપાએ વડાપ્રધાન મોદીને કહ્યું કે 'મારી ઉંમર થઈ ગઈ સોમાં એક વર્ષ જ ઓછું છે. હવે અમે તો કઈ કરી શકીએ એમ નથી પરંતુ તમે બધાને સમજાવો અને એવું હોય તો હંધાય ભેગા મળી ચીન પર તૂટી પડો. મને તો તમે બોલો છો એ પણ સંભળાતું નથી. હવે તો આ ઉંમરે પ્રભુ ભજન કરીએ છીએ.'



આ પણ વાંચો : Coronavirus : અમદાવાદ સિવિલને ભૂલ સમજાઈ? કોરોનાના દર્દીઓને રઝળાવ્યા બાદ સુવિધાઓ આપી!

મને યાદ કરો છો કે નહી? કઈ જૂનું યાદ આવે છે? પીએમ મોદી

પીએમ મોદીએ રત્નાબાપાને કહ્યું કે તમારી તબિયત કેમ છે? મને યાદ કરો છો બાપા? કઈ જૂનું યાદ આવે છે? કઈક જૂની વાત કરો. અમે તો તમને રત્નાબાપા બહું યાદ કરીએ છીએ. હું ઘેર આવતો એ યાદ આવે છે? બાપાને પૂછો હું ઘેર આવતો એ યાદ આવે છે?

આ પણ વાંચો :   Coroanvirus : સુરતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, બે મહિલા દર્દીનાં મોત થતા મૃતાંક 10

કલેક્ટર કચેરીની લિફ્ટ બંધ હતી તો 99 વર્ષના બાપા દાદરા ચઢીને ગયા

રત્નાભાઈ મનજીભાઈ ઠુંમર 99 વર્ષના માજી ધારાસભ્ય છે. તેઓ કોરોના વાયરસ સામેની લડાઈમાં પોતાની મરણ મૂડી આપવા માટે કલેક્ટર કચેરીએ ગયા હતા. જોકે, કલેક્ટર કચેરીએ લિફ્ટ બંધ હતી તો બાપા દાદરો ચઢીને પહોંચી ગયા હતા. આમ ખરાઅર્થમાં આવા જનપ્રતિનિધિઓના કારણે જ દેશનો ઇતિહાસ સુવર્ણ છે એવી ચર્ચા લોકમુખે હતી.
First published: April 20, 2020, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading