વિજય નેહરાએ લખ્યું, ' અમદાવાદ મારા અસ્તિત્વથી અલગ ન થઈ શકે તેવું અંગ, Bye Bye..'

વિજય નેહરાએ લખ્યું, ' અમદાવાદ મારા અસ્તિત્વથી અલગ ન થઈ શકે તેવું અંગ, Bye Bye..'
વિજય નેહરા અને અમદાવાદ શહેરની ફાઇલ તસવીર

ક્વૉરન્ટીનમાં ગયેલા વિજય નેહરાને સરકારની નારાજગીના કારણે હટાવાયા હોવાની ચર્ચા વચ્ચે અધિકારીએ લખી ભાવુક પોસ્ટ

 • Share this:
  અમદાવાદ : અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે 2 વર્ષ સુધી કાર્ય કરી અને શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપવવામાં ચાવીરૂપે ભૂમિકા ભજવનાર લોકપ્રિય સનદી અધિકારી વિજય નેહરાની બદલી થતા તેમણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે. નેહરાએ લખ્યું છે કે 'અમદાવાદ મારા અસ્તિત્વથી અલગ ન થઈ શકનારું અભિન્ન અંગ, બાય બાય'. વિજય નેહરાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે સારી કામગીરી કરી હોવાની વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે. તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો છે તેવામાં હવે પછી નેહરા અમદાવાદના પાલિકા કમિશનર બાદ સચિવ તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવશે.

  બદલી બાદ લોકોએ રોષ ઠાલવ્યો  દરમિયાન ઘટનાક્રમ ચકાસીએ તો વિજય નેહરાને પહેલા હોમ ક્વૉરન્ટીનના નામે તેમના રોલ પરથી કાતર ફેરવી વેતરી નાખવામાં આવ્યા હતા. આ ચર્ચાઓ સમી નહોતી ત્યાં તો ગઈકાલે રાત્રે તેમની અમદાવાદ પાલિકાના કમિશનરમાંથી ગ્રામિણ વિકાસ વિભાગના સચિવ તરીકે બદલી કરી દેવામાં આવી. નેહરાના સ્થાને પૂર્વ કમિશનર મુકેશ કુમારની નિયુક્ત કરી દેવાઈ. આ મામલાએ તૂલ પકડી હતી.

  આ પણ વાંચો :  Board Result : આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની અફવા ઉડી, બોર્ડે કહ્યું- વાર લાગશે  BYE BYE અમદાવાદ

  નેહરાએ લખ્યું કે ' આભાર અમદાવાદ, મ્યુનિસિપલ કોમિશનર તરીકે મારા કાર્યકાળને યાદગાર બનાવવા માટે આભાર, બે વર્ષથી ઓછા સમયમાં આપણે ઘણી સફળતાઓ મેળવી. મેં આપ્યું એના કરતાં વધારે મને મળ્યું. તમારા પ્રેમ અને આદર બદલ આભાર. અમદાવાદ શહેર મારા જીવનનો ક્યારેય અલગ ન થઈ શકે તેવો અસ્તિત્વ સાથે જોડાયેલો ભાગ બની ગયું છે. બાય બાય અમદાવાદ'
  Published by:News18 Gujarati
  First published:May 18, 2020, 19:05 pm