Good news: 5 હજાર ગરીબ બાળકોને અપાશે smart phone : સ્કૂલ બોર્ડ દ્વારા કરાયો નિર્ણય
Good news: 5 હજાર ગરીબ બાળકોને અપાશે smart phone : સ્કૂલ બોર્ડ દ્વારા કરાયો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news: આ મામલે સ્કૂલ બોર્ડ (school board) દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ઓનલાઇન અભ્યાસ (Online education) માટે ફોન પણ ખરીદી શકતા નથી તેવા વિધાર્થીઓને લાભ આપવાનું નક્કી કરાયું છે.
Ahmedabad news:કોરોનાના વધતા કેસોના (corona case) કારણે ફરી એકવાર પ્રાયમરી શાળાઓ બંધ (primary school) કરવામાં આવી છે. ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રને (education) અસર પહોંચી છે. તેવામાં વર્ષ 2022-23 ના અંદાજપત્રને મંજુર કરવા માટે મળેલી બેઠકમાં 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટ ફોન (smart phone) આપવાનો નિર્ણય કરાયો છે. આ મામલે સ્કૂલ બોર્ડ (school board) દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ઓનલાઇન અભ્યાસ (Online education) માટે ફોન પણ ખરીદી શકતા નથી તેવા વિધાર્થીઓને લાભ આપવાનું નક્કી કરાયું છે.
એ દિવસ અગાઉ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 2022-23ના અંદાજપત્ર માટે મળેલી બેઠકમાં અંદાજે 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્કૂલબોર્ડના શાસનાધિકારી લબ્ધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આ ડ્રાફ્ટ બજેટમાં વધુ 6 કરોડના વધારા સાથે સ્કૂલબોર્ડના સત્તાધીશો દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં ગરીબ અને શિક્ષણથી વંચિત રહી જતા બાળકો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
જેમાં સ્કૂલબોર્ડની શાળામાં અભ્યાસ કરતા 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટફોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાહેરાત અમદાવાદના મેયર કિરીટ પરમારએ કરી છે. આગામી માર્ચ એપ્રિલ મહિનામાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોનઆપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે એક સર્વે સ્કૂલ બોર્ડ દ્વારા હાથ ધરાયો છે.
આ અંગે માહિતી આપતા સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું કે કોરોનાના કારણે ફરી શાળાઓમાંશિક્ષણ બંધ થતાં હાલ 85 ટકા બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે.
31 જાન્યુઆરી સુધી જે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે જેમાં વિધાર્થી ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકતા નથી તેવા 5 હજાર વિધાર્થીઓ આઇડેન્ટિફાઇડ કરાયા છે. હાલ પ્રાયોગિક ધોરણે આ 5 હજાર વિધાર્થીઓ નક્કી કરાયા છે. અને આગામી દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ ધ્યાને આવશે તો તેઓને આ પ્રકારે સ્માર્ટફોન આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે આગામી સમયમાં અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા અંગેના પણ આયોજનો થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું બાળક આગામી સમયમાં સ્પોર્ટ્સમાં પણ પાછળના રહે તે માટે ખેલશે.
અમદાવાદ અંતર્ગત વિધાર્થીઓને રમતો અંગે કોચિંગ સ્કૂલનીબોર્ડની શાળાઓમાં મળે તે માટે 25 લાખની જોગવાઈ તેમજ સ્કૂલબોર્ડ દ્વારા 4 કરોડ ના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું પણ આયોજન કરાયું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર