અમદાવાદની બે ખાનગી શાળાની અનોખી પહેલ, સ્ટાફ માટે વીમા કવચ અને સ્કૂલ વાન ચાલકોને આર્થિક મદદ


Updated: August 7, 2020, 10:22 PM IST
અમદાવાદની બે ખાનગી શાળાની અનોખી પહેલ, સ્ટાફ માટે વીમા કવચ અને સ્કૂલ વાન ચાલકોને આર્થિક મદદ
સ્કૂલની તસવીર

પોતાના ટીચિગ સ્ટાફ અને નોન ટીચિગ સ્ટાફ મળી કુલ 700 જેટલા લોકોનો ઇન્સ્યોરન્સ ઉતારવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાના (coronavirus) કારણે દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે. ત્યારે આ કોરોના કાળમાં ત્રણ અલગ અલગ ખાનગી શાળાઓએ (private school) અનોખી પહેલ કરી છે અને આ ઉદાહરણ આજના કપરા સમયમાં અન્ય શાળાઓ પણ અપનાવે તે જરૂરી બન્યું છે. જેમાંની બે શાળાઓએ કોરોનાની આ મહામારીમાં પોતાના સ્ટાફ માટે વીમા કવચ (Insurance cover) પૂરું પાડ્યું છે જે માટે પ્રીમિયમનો ખર્ચ પણ આ શાળાના સંચાલક એ ઉપાડ્યો છે. બીજી તરફ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક શાળાના સંચાલકે 4 મહિનાથી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા સ્કૂલ વાન ચાલકોને હવે દર મહિને 2-2 હજારની આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું છે.

કોરોનાની આ મહામારીમાં છેલ્લા 4 મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. અને શાળાઓ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી થઈ શકતું. પરંતુ જ્યારે પણ શાળાઓ શરૂ થશે ત્યારે સ્થિતિ જો ભયાવહ રહી તો પોતાના સ્ટાફને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે તે ડર થી એક ખાસ નિર્ણય બે શાળાઓ દ્વારા કરાયો છે.

થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલ દ્વારા પોતાના ટીચિગ સ્ટાફ અને નોન ટીચિગ સ્ટાફ મળી કુલ 700 જેટલા લોકોનો ઇન્સ્યોરન્સ ઉતારવામાં આવ્યો છે. કોઈ પણ સ્ટાફ ને કોરોનાનો ચેપ લાગે અને તેમને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડવા પડે તો તે સ્ટાફને 3 લાખનો મેડિકલ ઇન્સ્યોરન્સ કવર થશે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પ્રેમલગ્ન અંગે ખાપ પંચાયતની તકલુસી સજા, યુવતીને જાહેરમાં મારી, કપડાં ફાડ્યાં

જો કોરોનાના કારણે સ્ટાફમાંથી કોઈનું મોત થાય છે  તે સ્ટાફનો 10 લાખનો લાઈફ ઇન્સ્યોરન્સ કવર થશે જે માટે એક ખાનગી ઇન્સ્યોરન્સ કંપની સાથે શાળાના સંચાલક દ્વારા કરાર કરાયો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સો! જીવતા બનેવીનું facebook ઉપર બેસણું હોવાનો સાળાએ લખ્યો મેસેજ, થઈ જોવા જેવીઆ અંગે સ્કૂલના સંચાલક મનન ચોક્સી એ જણાવ્યું કે લોકડાઉન (lockdown) દરમિયાન ગણી શાળાઓએ પોતાના સ્ટાફનો 40-50 ટકા પગાર કર્યો છે પણ અમારા સ્ટાફનો 100 ટકા પગાર ચૂકવાયો છે. તેમજ આ ઇન્સ્યોરન્સ માટેનું પ્રીમિયમ સ્કૂલ એ ભર્યું છે.

આ પણ વાંચોઃ-ધોળકાઃ પડોશી યુવકે એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓને પતાવી દીધી, સાસુ, પુત્રવધૂ અને પૈત્રીની કરી હત્યા

આ ઇન્સ્યોરન્સને કારણે દરેક સ્ટાફને આવનારી આપત્તીજનક સ્થિતિમાં ઉપયોગી થશે. બીજીતરફ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આર. એચ. કાપડિયા સ્કૂલનું પણ ઉમદા કાર્ય સામે આવ્યું છે.

ચાર મહિનાથી શાળા બંધ રહેતા સ્કૂલ વેન બંધ છે. સ્કૂલ વેન ચાલકોની કફોડી સ્થિતિ ને ધ્યાને લઇ સ્કૂલના સંચાલકે સ્કૂલ વાન ચાલકોને 2-2 હજારની આર્થિક મદદ શરૂ કરી છે અને દર મહિને સ્કૂલ આ પ્રકારે 40 સ્કૂલ વાન ચાલકોને મદદ કરશે. મહત્વનું છે કે અમદાવાદમાં તો ઘણી બધી ખાનગી શાળાઓ છે જેમના માટે આ ખાનગી શાળાઓની પહેલ સરાહનીય છે.
Published by: ankit patel
First published: August 7, 2020, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading