Home /News /madhya-gujarat /

સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂઃ Dy CM નિતિન પટેલ

સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂઃ Dy CM નિતિન પટેલ

નીતિન પટેલે વિધાનસભા ગૃહમા ખોલ્યો પટારો

નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોરોના દર્દીઓ અને હોસ્પિટલોની સ્થિતિની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થિતિ કાબુમાં છે. એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર છે.

  અમદાવાદઃ ગુજરાતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં આજે શુક્રવારે રાતથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી 60 કલાકના કર્ફ્યૂ લાગું થશે. આ અંગે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં બે દિવસના કર્ફ્યૂમાં શું ચાલું રહેશે અને શું બધ એ અંગેની ગાઈડલાઈન શહેર કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

  આવી જ વ્યવસ્થા રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં સાવચેતીના ભાગ રૂપે રાખવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ હાઉસ ફૂલ હોવાની વાતને અફવા ગણાવી હતી. અને લોકોએ ભયભીત ન થવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 60 આઈસીયુ બેડ ખાલી છે અને આ ઉપરાંત અન્ય બેડ પણ ખાલી છે. આ ઉપરાંત ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે.

  નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોરોના દર્દીઓ અને હોસ્પિટલોની સ્થિતિની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થિતિ કાબુમાં છે. એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર છે. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સહિત બોન્ડેડ ડોક્ટરોએ ફરજ ઉપર હાજર થવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જો ડોક્ટરો હાજર નહીં થાય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

  નિતિન પટેલના જણાવ્યા પ્રમાણે સુરત, વડોદરા અને રાજકોટમાં સેવાકિય સંસ્થાઓ, વેપારી સંગઠનો રાત્રી દરમિયાન સામે પગલે આવતી માંગણીને ધ્યાનમાં રાખીને કોર કમિટિની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતી કાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બીજો કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રણ શહેરોમાં યોજાનાર લગ્નો બાબતો લોકોને અપિલ કરવામાં આવે છે કે શક્ય હોય તો લગ્નને લગતા તમામ કાર્યક્રમો દિવસે કરવામાં આવે તો રાત્રે કર્ફ્યૂમાં મંજૂરી લેવા માટે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટ્રેક ક્રોસ કરતા સમયે રેલવે લાઈનમાં ફસાઈ સાડી, ટ્રેન સાથે ખેચાઈ જતા મહિલા ટીચર કમકમાટી ભર્યું મોત

  અમદાવાદ શહેર સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આગોતરા ભાગ રૂપે કેસનો વધારો ન થયો છતાં દિવાળીના તહેવારો હજારો લોકો પોતાના વતનમાં ગયા હોય અને ફરવા ગયા હોય આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.  અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યુ..કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. વાહનો અવર જવર પર પ્રતિબંધ. લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે..અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે. દૂધ વિતરણ ચાલુ રહેશે. રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, Night Curfew

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन