Coronavirus : કોરોનાનો અજગર ભરડો : અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં આંકડો 82એ પહોંચ્યો

News18 Gujarati
Updated: April 1, 2020, 2:51 PM IST
Coronavirus : કોરોનાનો અજગર ભરડો : અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં આંકડો 82એ પહોંચ્યો
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

અમદાવાદ દેશના 16 કોરોના હોટસ્પોટમાંનું એક બન્યું, 18 હજાર કરતાં વધારે લોકો ક્વૉરન્ટીન કરાયા

  • Share this:
આજે ગુજરાતમાં કોરોના વાયરસનાં (Coronavirus) નવા 8 કેસ સામે આવ્યાં છે. જેથી રાજ્યમાં (Gujarat) કુલ કોરોનાનાં પોઝિટિવ (Infected cases) દર્દીઓની સંખ્યા 82 થઇ છે. આમાંથી 6 લોકોનાં મોત નીપજ્યા છે. આજે સારા સમાચાર એ પણ છે કે, કોરોનાનાં પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી ત્રણ દર્દીઓ 60 વર્ષની ઉપરનાં છે. જોકે, ચિંતાના સમાચાર એ છે કે આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં જ 8 કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31 થતા અમદાવાદ રાજ્યનું કોરોના હોટસ્પોટ બની ગયું છે સાથે જ દેશના 16 કોરોના હોટસ્પોટ શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે.  1 એપ્રિલના બપોરે 2.00 વાગ્યાના આંકડા અનુસાર રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 82 થતા હવે રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યમાં હાલમાં 18,000 કરતાં વધારે લોકો ક્વૉરન્ટી કરવામાં આવ્યા છે. રાજ્યમાં 4 લોકોના કેસ આંતરારાજ્યના છે  જ્યારે વિદેશ પ્રવાસ અને સ્થાનિક ચેપનાં કેસ પણ છે. આજે અમદાવાદમાં 8 કેસ નવા નોંધાયા છે.

આ પણ વાંચો :  Coronavirus : ચીને વિશ્વમાં Covid-19નો તકલાદી માલ પધરાવ્યો છતાં ભારત વેન્ટીલેટર ખરીદશે, રિપોર્ટથી ખળભળાટ

રાજ્યમાં અમદાવાદમાં 31, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરતમાં 7, ભાવનગરમાં 5, પોરબંદર, મહેસાણા, કચ્ચ, અને ગીર સોમનાથમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 10 અજાણ્યા કેસો છે.

આ પણ વાંચો :  Coronavirus : વાંકાનેરના કોરોના શંકાસ્પદનું મોત, Covid-19નો રિપોર્ટ બાકી

દેશમાં કોરોનાનો અજગર ભરડો મહારાષ્ટ્રમાંમહારાષ્ટ્ર દેશનું કોરોના સંક્રમિતનું એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં આજે 23 વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેના કારણે સંક્રમિતોની સંખ્યા 325 થઈ છે જ્યારે તેમાંથી 39 દર્દી સાજા થયા છે અને 274 હજુ પણ સંક્રમિત ચે. ત્યારબાદ કેરળમાં 241, તમિલનાડુમાં 124, દિલ્હીમાં 121, ઉત્તર પ્રદેશમાં 104, કર્ણાટકમાં 105 અને રાજસ્થાનમાં 93 કેસ નોંધાયા છે.
First published: April 1, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading