Home /News /madhya-gujarat /

'આયુષ્યમાન ભારત' યોજના હેઠળ ગુજરાતમાં એકપણ દર્દીની સારવાર નહીં: અર્જૂનભાઇ મોઢવાડિયા

'આયુષ્યમાન ભારત' યોજના હેઠળ ગુજરાતમાં એકપણ દર્દીની સારવાર નહીં: અર્જૂનભાઇ મોઢવાડિયા

અર્જુન મોઢવાડીયાની ફાઈલ તસવીર

Coronavirus news: દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પીટાયો હતો એ 'આયુષ્યમાન ભારત' યોજનાનો પોપટો કોરોના મહામારીમાં ફુટી ગયો હોવાનો આરોપ કોંગ્રસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ લગાવ્યો છે.

અમદાવાદઃ દેશમાં આયુષ્યમાન ભારત (Ayushyaman bharat) અંતર્ગત 6 લાખ કોરોના દર્દીઓની (corona patient) સારવાર પાછળ સરકારે માત્ર ₹12 કરોડ ખર્ચ કરાયો છે. દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પીટાયો હતો એ 'આયુષ્યમાન ભારત' યોજનાનો પોપટો કોરોના મહામારીમાં ફુટી ગયો હોવાનો આરોપ કોંગ્રસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ (Congress leader Arjunbhai Modhwadia) લગાવ્યો છે .

'આયુષ્યમાન ભારત' યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પિટવામાં આવ્યો હતો. પરંતુ તેનો પોપટો કોરોના મહામારીમાં ફુટી ગયો છે.આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ જણાવ્ય હતુ કે કોરોના મહામારી સમયમાં ગુજરાતમાં 'આયુષ્યમાન ભારત' યોજના અંતર્ગત એકપણ દર્દીની સારવાર કરવામાં આવી નથી.

કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ ઉમેર્યુ હતુ કે રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ધરાવતા 10,430 લોકોએ કોરોના સારવારના ખર્ચ ચુકવવા સરકારમાં અરજી કરી હતી. પરંતુ તેમની અરજીને પણ ભાજપની નઘરોળ સરકારે ધ્યાને લીધી નથી.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને બચાવા લોકો રઝળી રહ્યા હતા, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા હતા, પરંતુ ભાજપ સરકારને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવાનું સુઝ્યુ નહી. અર્જૂનભાઇ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં પણ આયુષ્યમાન ભારત યોજનાથી 50 કરોડ લોકોને લાભની વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

પરંતુ કોરોના મહામારી દરમિયાન 1 કરોડ 77 લાખ 73 હજાર 464 આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ધારકોએ કોરોનાની સારવારના ખર્ચ માટે અરજી કરી હતી, જે પૈકી માત્ર 6 લાખ 5 હજાર 308 કોરોના દર્દીઓની સારવાર પાછળ સરકારે માત્ર ₹12 કરોડ જેટલો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

આનાથી અનેક રૂપિયાનો તો આયુષ્ય ભારત યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી મોદીજીની છબી ચમકાવવાની જાહેરાતો પાછળ ધુમાડો કરી દેવાયો હતો. જે 6 લાખ 5 હજાર 308 કોરોના દર્દીઓની આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર થઈ છે.

તેમાંથી 1.50 લાખ દર્દીઓની સારવાર તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થઈ છે. એટલે બાકીના રાજ્યોની સ્થિતી સમજી શકાય તેમ છે. તેમાંય ગુજરાતમાં તો એકપણ કોરોના દર્દીની સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ થઈ જ નથી.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Covid 19 patient, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन