અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ કોરોના માટે કરવામાં આવતા RT PCR ટેસ્ટને લઈ લેવામાં આવતા ચાર્જીસમાં કટોતી કરી 1500ની જગ્યાએ 800 કરી દેવામાં આવ્યા. જેની સૌ જગ્યાએથી સરાહના થઈ. વાહ વાહ થઈ. પણ હવે ટેસ્ટીંગ ચાર્જની માફક દર્દીઓને લૂંટતી ખાનગી હોસ્પિટલના તોતીંગ બિલમાં ઘટાડો કરવા માંગ પ્રબળ બની છે.
મહત્વની વાત એ છે કે, આ માંગ એક ડોકટર દ્વારા કરવામાં આવી છે. જેમણે આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખી ખાનગી હૉસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા બિલમાં ઘટાડો કરવાની માંગ કરી છે. સાથે સાથે તેઓએ ખાનગી હૉસ્પિટલઓએ કેમ બીલમાં ઘટાડો કરવો જોઈએ તે સમજાવવાનો પણ આ રજુઆતમાં પ્રયાસ કર્યો છે. વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે હાલમાં સરકાર દ્વારા આવકારાદાયક નિર્ણય લેવાયો કે, હવે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના RTPCR ટેસ્ટ 1500ની જગ્યાએ 800 રૂપિયામાં થશે. જે ગત મે મહિનામાં 4500 રૂપિયામાં થતો હતો.
ત્યારે હવે ટેસ્ટીગ ચાર્જની માફક ખાનગી હૉસ્પિટલ દ્વારા લેવાતા ચાર્જમાં ઘટાડો કરવા માંગ ઉઠી છે. અમદાવાદના એક જાગૃત ડોકટર અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડૉ. વસંત પટેલે આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખી હૉસ્પિટલના તોતીંગ બિલમાં ઘટાડો કરવા રજુઆત કરી છે.
મે 2020ના મહિનામાં જે PPE કિટના ભાવ 1500થી 2500 રૂપિયા, 5 લીટર સેનિટાઇઝર 2000, N95 માસ્ક 250થી 300, સર્જીકલ આઈટમ 4 ગણી કિંમતે વેચાતી હતી. મેડિકલ સ્ટાફ પૂરતો ન હતો. કોરોના મોરટાલિટી રેટ હાઈ 5.6 હતોઅને કોરોના વિશેનું લોકોમાં જ્ઞાન મર્યાદિત હતું.
જેની સરખામણીમાં ડિસેમ્બર 2020ના મહિના માં PPE કિટના ભાવ 150થી 350, 5 લીટર સેનિટાઇઝરનાં 450થી 900 રૂપિયા, N95 માસ્કના 15થી 25 રૂપિયા, સર્જીકલ આઈટમ નોર્મલ પ્રાઈઝ છે. મેડિકલ સ્ટાફ પણ પૂરતો છે. કોરોના મોરટાલિટી રેટ 1.56 જેટલું જ છે. કોરોના વિશે લોકો પૂરતા અવેર પણ છે. છતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી લેવામાં આવતી રકમમાં કેમ કોઈ ઘટાડો કરવામાં આવતો નથી અને તે ભાવમાં તાત્કાલિક અસરથી ઘટાડો કરવા રજુઆત ડૉ. વસંત પટેલ દ્વારા કરાઈ છે.
ગોંડલ: બે ભાઇઓએ પ્રેમલગ્ન કરનાર બહેનનું ઘર સળગાવી દીધુ, સાસુ-સસરાને પણ માર્યો માર
VIDEO: લગ્નના થોડા કલાક પહેલા દુલ્હન કોરોના પોઝિટિવ, કોવિડ કેર સેન્ટરમાં PPE કિટ પહેરીને લીધા સાત ફેરા
ડૉ. વસંત પટેલે જણાવ્યું છે કે, મે મહિનામાં જે ભાવ નક્કી કરાયા હતા ત્યારે પરિસ્થિતિ જુદી હતી અને અને આજે પરિસ્થિતિ જુદી છે. ઘણી હોસ્પિટલો દર્દીઓને 6 લાખથી 8 લાખ અને તેનાથી વધુના બિલ પકડાવે છે. શરૂઆતમાં કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલ માત્ર 45 હતી. જ્યારે હાલમાં 90થી વધારે છે. જે બતાવે છે કે, હાલ પરિસ્થિતિ ને પહોંચી વળવા મેડિકલ ફેસિલિટી પૂરતી છે. તો પછી ખાનગી હોસ્પિટલના બિલમાં પણ તાત્કાલિક અસરથી ઘટાડો થવો જોઈએ.
અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા કે જ્યાં કોવિડ ડેઝિગનેટેડ હૉસ્પિટલ છે ત્યાં સિવાય અન્ય જિલ્લામાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર થાય છે ત્યાં દર્દીઓ સાજા થઈ ને પણ ગયા છે અને તે પણ ઓછા ખર્ચે. જેથી અહીં પણ બિલમાં નિયંત્રણ આવવું જોઈએ.