કોરોના વાયરસ બન્યો આશીર્વાદ, આ ધંધામાં આવી 100 ટકા તેજી


Updated: June 2, 2020, 6:34 PM IST
કોરોના વાયરસ બન્યો આશીર્વાદ, આ ધંધામાં આવી 100 ટકા તેજી
કોરોના વાયરસ બન્યો આશીર્વાદ, આ ધંધામાં આવી 100 ટકા તેજી

કોરોનાની મહામારીમાં પણ 40 પરિવારને આત્મનિર્ભર બનાવ્યા

  • Share this:
અમદાવાદ : અમદાવાદના અમરાઇવાડીમાં રહેતા પ્રવીણભાઈ રાઠોડ છેલ્લા 10 વર્ષથી ગ્લોઝ બનાવીને અમદાવાદના વેપારીઓને સપ્લાય કરતા હતા. ગ્લોઝમાંથી આવક થતી હતી તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. પરંતુ પ્રવીણભાઈ માટે તો કોરોના એક ચમત્કાર બની આવ્યો છે. બે મહિનામાં તો ગ્લોઝનો ધંધો વિકાસના પંથે ચડી ગયો છે. ગ્લોઝ પહેલા એક દિવસના 20 ડઝન જેટલા જ જતા હતા અને માંડ માંડ ઘરનો ખર્ચ નીકળતો હતો પરંતુ કોરોનાના કારણે હવે રોજના 70 ડઝનથી વધારે ગ્લોઝ જાય છે.

પ્રવીણભાઈ રાઠોડે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી ગ્લોઝ બનાવવાનો ધંધો છે. જેના પર પરિવારનું ગુજરાન ચાલતું હતું પરંતુ કોરોના કારણે ગ્લોઝની માંગ વધી છે અને ઓર્ડર પણ મળી રહ્યા છે. જેના કારણે ધંધામાં 100 ટકા તેજી આવી છે. પરિવારનું ગુજરાન તો ચાલે છે. બીજા 40 લોકોને કામ આપીએ છીએ. જેના કારણે કોરોનાની મહામારીમાં પણ 40 પરિવારને આત્મનિર્ભર બનાવ્યા છે.

આ પણ વાંચો - કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું નિધન, ટ્વિટ કરીને જાણકારી આપી

અમદાવાદમાંથી તો ઓર્ડર મળી રહ્યા છે પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પણ ગ્લોઝ માટેના ઓર્ડર મળી રહ્યા છે. પરંતુ ઓર્ડરમાં પહોંચી વળતા નથી. રોજના 70થી વધુ ડઝન ગ્લોઝ બનાવીને સપ્લાય કરી રહ્યા છીએ અને 500થી વધુ ડઝનનો ઓર્ડર છે. 40 કારીગરો રાખ્યા છે તેમ છતાં ઓર્ડરમાં પહોંચી વળતા નથી.કોરોનાની મહામારીમાં લોકો પોતાની શક્તિ પ્રમાણે યોગ્યદાન આપી છે. સામાન્ય પરિવારમાંથી આવતા પ્રવીણભાઈએ કોરોનામાં કોરોના યોદ્ધાની સેવા કરી છે. 5 હજાર ગ્લોઝ પોલીસ અને કોરોના વોરિટર્સને નિઃશુલ્ક આપીને સંક્રમણથી બચાવ્યા છે. હોલસેલમાં પણ અત્યારે પોતાના મહેતાણના રૂપિયા લે છે.
First published: June 2, 2020, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading