કોરોનાની કપરી પરિસ્થિતિમાં કેટરીંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય મૃતપાય સ્થિતિમાં


Updated: May 16, 2020, 9:21 PM IST
કોરોનાની કપરી પરિસ્થિતિમાં કેટરીંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય મૃતપાય સ્થિતિમાં
કોરોનાની કપરી પરિસ્થિતિમાં કેટરીંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય મૃતપાય સ્થિતિમાં

લાખો લોકો હાલ બેરોજગાર થયા છે તેમની આવક શૂન્ય થઇ ગઇ છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ બિલકુલ ઠપ થઈ ચૂક્યું છે

  • Share this:
અમદાવાદ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોની આવક પણ બંધ થઈ છે. તેની સાથે સાથે લૉકડાઉનમાં વિવિધ પ્રસંગો પણ બંધ રાખવા પડ્યા છે પરિણામે ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાયને મોટો ફટકો પડયો છે. ગુજરાતમાં મોટાપાયે ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા અગ્રણી વેપારી રાજીવ છાજેરનું કહેવું છે કે ગુજરાતમાં મોટા ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા 200થી વધુ વેપારીઓ છે પરંતુ ઇવેન્ટ સાથે અલગ-અલગ એજન્સીઓ કામ કરતી હોય છે. જેમાં લાખો લોકો હાલ બેરોજગાર થયા છે તેમની આવક શૂન્ય થઇ ગઇ છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ બિલકુલ ઠપ થઈ ચૂક્યું છે.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2020માં તેમને પોતાના વ્યવસાયમાં કોઈ વિશેષ પ્રગતિ મળશે તેવી આશા પણ રહી નથી. હવે તેમની આશા વર્ષ 2021 ઉપર છે અને ત્યાં સુધી સરકાર આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સુધી રાહત આપે તેવી માંગણી કરી રહ્યા છે. કારણ કે લાખો લોકો આ બિઝનેસ ઠપ થવાને કારણે નિસહાય બન્યા છે આવક ગુમાવી બેઠા છે. કરોડનું ટર્નઓવર ધરાવતો આ બિઝનેસ બિલકુલ મૃતપાય સ્થિતિમાં આવી ગયો છે.


ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા અગ્રણી વેપારી રાજીવ છાજેર


કેટરીંગ વ્યવસાય સાથે અમદાવાદ અને ગુજરાતમાં સેંકડો વેપારીઓ જોડાયેલા છે જેમને 1000 કરોડથી વધુનું નુકસાન થયું છે. આહાર કેટરિંગ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ રાજપુરોહિતનું કહેવું છે કે કેટરિંગ વ્યવસાય ઠપ થતા લાખો લોકો બેરોજગાર પણ થયા છે કારણ કે વ્યવસાયની સાથે અનેક લોકો છૂટક મજૂરી પણ મેળવતા હોય છે તેના કારણે કરોડોનું ટર્નઓવર ધરાવતો આ બિઝનેસ આગામી દિવાળી સુધી ફરી જીવંત થાય એવી પણ આશા કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ગુમાવી બેઠા છે. સરકાર તેમની સામે રાહત નજરે જુએ અને કંઈક રાહત આપે તેવી આશા તેઓ સેવી રહ્યા છે.
First published: May 16, 2020, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading