Home /News /madhya-gujarat /

કોરોનાનો કહેર વધ્યો! micro containment zoneમાં છે અમદાવાદના આ વિસ્તારો

કોરોનાનો કહેર વધ્યો! micro containment zoneમાં છે અમદાવાદના આ વિસ્તારો

પ્રતીકાત્મક તસવીર

Corona cases in Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનનો કહેર વધી રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું  (AMC) આરોગ્ય વિભાગ વધુ એક્ટિવ થઈ ગયું છે.

અમદાવાદ: અમદાવાદ (Corona cases in Ahmedabad) સહિત રાજ્યભરમાં (Gujarat) કોરોનનો કહેર વધી રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું  (AMC) આરોગ્ય વિભાગ વધુ એક્ટિવ થઈ ગયું છે. જેમ જેમ કેસમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહયો છે. કોરોનાના કેસો વધતા શહેરના ઉસમાનપુરા, થલતેજ, ચંદલોડિયા અને ચાંદખેડા વિસ્તારમાં કેસની સંખ્યામાં વધારો સામે આવતા આ વિસ્તારોમાં માઈક્રોકન્ટેઇનમેન્ટ (micro containment zone in ahmedabad) જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વધતા કોરોનાના કેસ વધતા ખતરો વધ્યો છે. શહેરમાં વધુ એક વિસ્તારને માઇક્રો કન્ટેન્મેનટ ઝોનમાં મુકાયો છે. ઉસમાનપુરામાં વિધાનગર સોસાયટીના બંગલાને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે.

શહેરમાં કુલ 4 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં મુકવામા આવ્યા છે. જેમાં થલતેજના અર્હમ બંગલોને પણ કન્ટેન્મેનટ ઝોનમાં મુકાયો છે. આ અંગે કોર્પોરેશનના અધિકારી સૂત્રો જણાવે છે કે, શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવે છે . જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રીપોર્ટના અનુસંધાને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે . હાલમાં અમદાવાદ શહેરમાં 4 વિસ્તારમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ અમલમાં છે. જેમાં થલતેજ, ચાંદલોડિયા, ચાંદખેડા, ઉસમાનપુરાનો સમાવેશ થાય છે. ઉસમાનપુરાની વિધાનગર સોસાયટી ભાગ 3ના કુલ 5 મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકેલ છે જેમાં 17 લોકો રહે છે.

આ પણ વાંચો - Omicronના ફફડાટ વચ્ચે CM પટેલે કર્યું સિવિલ હોસ્પિટલનું Surprise checking, જુઓ Video

બીજીતરફ થલતેજના અર્હમ બંગલોના 3 મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકેલ છે જેમાં 12 લોકો વસવાટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, કોરોનાની પકડ ધીરે ધીરે મજબૂત બની રહી છે. ગત 24 કલાકમાં કોરોનાના નવા 52 કેસ સામે આવ્યા છે. ઉત્તરપશ્ચિમ ઝોનમાં કોરોનાનો કહેર વધતા એક્ટિવ કેસીની સંખ્યા 120 પર પહોંચી છે. જે રીતે કેસ વધી રહ્યા છે જેને જોતા તંત્ર વધુ સતર્કતા રાખી રહ્યું છે.

બીજીતરફ આગામી 3 જાન્યુઆરીથી 15થી 18 વયના ટીનેજર્સને પણ રસી આપવાની છે. જેને લઈને તેની પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગએ તૈયારી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, COVID-19, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર