રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 655 નવા દર્દીઓ નોંધાયા, રિકવરી રેટ 94.71% થયો

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 655 નવા દર્દીઓ નોંધાયા, રિકવરી રેટ 94.71% થયો
પ્રતિકાત્મક તસવીર

રિકવરી દરમાં સતત વધારો, આજે વધુ 686 દર્દીઓ સાજા થયા, મૃત્યુની સંખ્યામાં પણ કાબૂમાં આવી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus cases) કેસમાં સતત ઘચાડો નોંધાઈ રહ્યો છે. રાત્રિ કર્ફ્યૂ અને વેક્સિનની જાહેરાત બાદ રાજ્યમાં કોરોના વાયરસ જાણે કે પલાયન થઈ રહ્યો હોય તેમ સતત કેસ ઘટી રહ્યા છે તેવામાં આજે રાજ્યમાં ફક્ત 655 નવા કેસ આવ્યા છે. એક જોતા આરોગ્યતંત્ર અને રાજયના નાગરિકો માટે આ ખૂબ સારી વાત છે. રાજ્યમાં 24 કલાકમાં 868 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે જ્યારે રિકવરી દર વધીને 94.87 ટકા એ પહોંચ્યો છે. દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસથી વધુ 4 દર્દીનાં મોત થયા છે.

  રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 141, સુરતમાં 124, વડોદરામાં 124, રાજકોટમાં 73, ખેડામાં 16, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, સુરેન્દ્રનગરમાં 12, દાહોદમાં અને મહેસાણામાં 11, જામનગરમમાં 16, ભરૂચ, ગીરસોમનાથ અને મોરબીમાં 8-8, બનાસકાંઠામાં 6, જૂંનાગઢમાં 10, આણંદ, નર્મદા, સાબરકાંઠામાં 5-5, નવસારી, પંચમહાલ, પાટણમાં 4-4, ભાવનગરમાં 4, છોટાઉદેપુર, વલસાડામાં 3-3, અમરેલી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 2, બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાં 1-1 કેસ મળીને કુલ 655 નવા કેસ નોંધાયા છે.  આ પણ વાંચો :  સુરત : માતા-દીકરાએ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, માસૂમ બાળકી અને પરિણીતા નિરાધાર બન્યા

  રાજ્યમાં હાલમાં 8830 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આ પૈકીના 59 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 8771 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 2,35,426 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના કારણે અત્યારસુધીમાં 4325 દર્દીઓનાં મોત થયા છે જેમાં આજે અમદાવાદમાં 2, અમરેલીમાં 1, સુરતમાં એક મળીને કુલ 4 નવા કેસનો સમાવેશ થાય છે.

  13 જાન્યુઆરીએ ભારતમાં લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસની પ્રથમ વેક્સીન : સ્વાસ્થ્ય સચિવ

  કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીન (Coronavirus Vaccine first shot) 13 જાન્યુઆરીએ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે વેક્સીનેશન માટે સેશન વેચવાની પૂરી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિકલી હશે.

  આ પણ વાંચો :  અમદાવાદ : ગુનાખોરીના રવાડે ચઢી ગયેલા લબરમૂછિયા ઝડપાયા, મસમોટા 'કેમેરા કૌભાંડ'નો પર્દાફાશ

  લાભાર્થીને વેક્સીનેશન થયું છે તે ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે અને તેને બીજો ડોઝ લેવા ક્યારે આવવું તેની જાણકારી પણ ડિજિટલી મળી જશે. વેક્સીન લેવાથી તેની કોઈ કોઈ ખરાબ અસર થાય તો તેના રિયલ ટાઇમ રિપોર્ટિંગ માટે કોવિન વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાવધાન કરવામાં આવ્યું છે.
  Published by:Jay Mishra
  First published:January 05, 2021, 19:29 pm

  ટૉપ ન્યૂઝ