અમદાવાદ : રાજ્યમાં જે સ્પીડમાં કોરોના સંક્રમણના કેસ (coronavirus in Gujarat)સામે આવી રહ્યા છે તે જોતા કોરોનાની ત્રીજી લહેર શરૂ (coronavirus third wave)થઈ રહ્યાનો અણસાર આવી ગયો છે. જોકે હવે ધીરે ધીરે શાળાઓ કોરોનાની (coronavirus)ઝપેટમાં આવી રહી છે. અમદાવાદની (Ahmedabad)એક પછી એક 15 જેટલી શાળાઓમાં કોરોના પહોંચી ચૂકયો છે. જેના પગલે જે તે ક્લાસના વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન (Online education)આપવાની સૂચના શિક્ષણ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. ફરી એકવાર કોરોનાના કેસ વધતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જોકે વાલીઓ અને વિદ્યાર્થીઓને ડર છે કે ક્યાંક ફરી શાળાઓમાં ઓફલાઇન એજ્યુકેશન બંધ ના થઈ જાય. કારણ કે અમદાવાદની એક પછી એક એમ 15 શાળાઓમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. જોકે શિક્ષણ વિભાગની સતર્કતાના કારણે આ શાળાઓમાં કલાસ બંધ કરી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી દેવાયુ છે.
અમદાવાદ શિક્ષણ વિભાગમાંથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદની વધુ પાંચ શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સંત કબીર સ્કૂલમાં 2, Dps સ્કૂલમાં 1 કેસ, સી.એન.વિદ્યાલયમાં 1, વેજલપુરની લોટસ સ્કૂલ 1 અને ઉદગમ સ્કૂલમાં 1 કેસ સહિત 6 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. આમ અમદાવાદની સ્કૂલોમાં કોરોના કેસનો આંકડો 18 સુધી પહોંચ્યો છે. આ શાળાઓ અગાઉ નિરમા સ્કૂલમાં 4 કેસ, નવકાર સ્કૂલમાં 1 કેસ, ઉદગમ સ્કૂલમાં 3 કેસ, ટર્ફ સ્કૂલમાં 1 કેસ, ઝેબર સ્કૂલમાં 1 કેસ, સત્વ વિકાસ સ્કૂલમાં 1 કેસ, મહારાજા અગ્રેસનમાં 1 કેસ, સામે આવી ચૂક્યા છે.
હાલ શહેરની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ છે. જેથી મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે જ છે. પરંતુ એક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેમાંય સ્કૂલોમાં પણ કેસ ખૂબ જ ગતિથી વધી રહ્યા છે. જેને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા છે.
" isDesktop="true" id="1165401" >
જોકે અત્યાર સુધી સ્કૂલોએ DEO કચેરીએ જાણ કરી હોય તે કેસ જ નોંધવામાં આવ્યા છે. પરંતુ હજુ કેટલીક સ્કૂલોએ કેસ આવ્યા છતાં DEO કચેરીએ જાણ કરી ન હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. જો શાળાઓ કોરોનાના કેસ મામલે જાણ ન કરે તો જેતે શાળા સામે પગલાં પણ લેવાઈ શકે છે.