Gujarat Coronavirus cases: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો (Gujarat coronavirus case) 4000ની ઉપર પહોંચીને આજે ગુરુવારે 4213 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે સુરત (Surat corona case) અને અમદાવાદમાં (Ahmedabad corona case) નોંધાયા છે.
Gujarat coronavirus case update: ગુજરાતમાં કોરોના વાયરસનો (coronavirus news) જાણે વિસ્ફોટ થયો હોય એમ રોજે રોજ કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો (Gujarat coronavirus case) 4000ની ઉપર પહોંચીને આજે ગુરુવારે 4213 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે સુરત (Surat corona case) અને અમદાવાદમાં (Ahmedabad corona case) નોંધાયા છે. આ બંને મહાનગરપાલિકાઓમાં કોરોનાએ ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ગુરુવારે ઓમિક્રોનનો કોઈ કેસ (Omicron case) નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આંકડાઓ અંગે વાત કરીએ તો ગુજરાતમાં ગુરુવારે 4213 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 860 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. રાજ્યમાં રિકવરી રેટ 97.10 ટકા નોંધાયો હતો.
કોરોના વાયરસ ગ્રાફિક્સ
રાજ્યમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 1835, સુરત કોર્પોરેશનમાં 1105, રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 103, સુરતમાં 88, કચ્છમાં 77, ખેડામાં 66, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગર 32 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં એક્ટીવ કોસની વાત કરીએ તો અત્યારે રાજ્યમાં 14346 એક્ટીવ કેસો છે. જેમાં 29 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને 14317 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 820383 ડીસ્ચાર્જ કરવા કરાયા છે. જ્યારે 10127 દર્દીઓ મોતને ભેટ્યાં હતા.
રસીકરણ અંગે વાત કરીએ તો બુધવારે સવારના ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 501409 કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવ્યા હતા. આજે ગુરુવારે ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી. અત્યારે ગુજરાતમાં 204 કેસ અને 151 ડીસ્ચાર્જ કરાયા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર