Home /News /madhya-gujarat /અમદાવાદમાં corona blast: વધુ 21 વિસ્તાર માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, કેટલું થયું રસીકરણ?
અમદાવાદમાં corona blast: વધુ 21 વિસ્તાર માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, કેટલું થયું રસીકરણ?
રસીકરણની તસવીર
Ahmedabad corona news: મદાવાદ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ (Ahmedabad Municipal Corporation Health Department) દ્વારા ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૮૦ શાળાઓમાં વેકિસન અભિયાન શરૂ કરાયું હતું.
Ahmedabad news: સમગ્ર દેશમાં આજથી ૧૫ થી ૧૮ વય જૂથના બાળકો માટે વેકિસન મહા અભિયાન શરૂ થયુ છે. અમદાવાદ શહેરમાં (ahmedabad news) અમદાવાદ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ (Ahmedabad Municipal Corporation Health Department) દ્વારા ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૮૦ શાળાઓમાં વેકિસન અભિયાન શરૂ કરાયું હતું . અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર અને કમિશનર લોચન લહેરાની અધ્યક્ષતામા બાળકોના રસીકરણ અભિયાન પ્રારંભ કરાવ્યો હતો.
હાલમાં અમદાવાદ શહેરમાં તમામ નાગરીકોને વહેલામાં વહેલી તકે કોવિડ -19 વેક્સીન મળી રહે તે હેતુથી કોવિડ -19 વેકસીનેશન મહાઅભિયાન ચાલી રહેલ છે . ભારત સરકાર સુચના મુજબ તારીખ ૩ જાન્યુઆરી -૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું કોવિડ -૧૯ વેકસીનેશનનો સમગ્ર દેશમાં શુભારંભ કરવામાં આવેલ છે . જે અંતર્ગત ચાંદખેડા વોર્ડમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે રાખેલ મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ.
સદર કાર્યક્મમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર , મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા , ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , હોસ્પિટલ કમિટી ચેરમેન , હેલ્થ કમિટી ચેરમેન , ડે.મ્યુનિસિપલ કમિશનર ( હેલ્થ ) , ડે . મ્યુનિસિપલ કમિશનર ( પશ્ચિમઝોન ) તેમજ સ્થાનિક કાઉન્સિલર તથા સબંધિત અધિકારીઓ હાજર રહેલ હતા.
અમદાવાદ શહેરના તમામ ૧૫ થી ૧૮ વય જૂથના બાળકોને કોવિડ -૧૯ વેકસીનેશન સરળતાથી મળી રહે તે હેતુ તમામ ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત નક્કી કરેલ ૮૦ પ્રાઇવેટ મ્યુનિસિપલ શાળા ખાતે કોવિડ -૧૯ વેકસીનેશન સેશનનું આયોજન કરવામાં આવેલ છે. આ તમામ ૧૫ થી ૧૮ વય જૂથના બાળકો માટેની વેકસીનેશન સાઈટ ખાતે ફક્ત કોવેક્સીન રસી આપવામાં આવેલ છે.
આજ રોજ ૧૫ થી ૧૮ વર્ષના ૩૬,૮૭૧ બાળકોની વેકસીનેશન અપાઇ છે. મધ્ય ઝોનમા ૩૮૦૯ , પૂર્વ ઝોન ૮૧૦૪ , ઉત્તર પશ્ચિમ ઝોન ૫૨૦૬ , ઉત્તર ઝોન -૫૩૮૨ , દક્ષિણ ઝોન ૨૫૧૦ , દક્ષિણ પશ્ચિમ ઝોન ૬૩૬૫ અને પશ્ચિમ ઝોન ૫૪૯૫ ડોઝ અપાયા છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા વેકિસનેશન મહા અભિયાન અંતર્ગત તમામ સેશન સાઇટ ખાતે કુલ ૬૨ હજાર ૧૨૦ ( ડોઝ - ૪૨,૮૦૫ અને ડોઝ -૨ , ૧૯ હજાર ૩૧૫ ) જેટલા લાભાર્થીઓને વેકિસન મુકવામાં આવેલ છે.
અમદાવાદ શહેરમાં ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોને કોવિડ -૧૯ વેકિસનેશનના મહાભિયાન અતંર્ગત વહેલામાં વહેલીતકે કોવિડ -19 વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવે છે. શહેરમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાં વધારો થયો છે.
હાલ શહેરમાં ૪૪ વિસ્તાર માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમા સમાવેશ છે . જેમા વધુ આજે ૨૧ વિસ્તારનો સમાવેશ થયો છે. આમ શહેરમાં કુલ ૬૫ વિસ્તારના હજારો પરિવાર માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમા સમાવેશ કરાયો છે.