કોરોના : આ નંબર પર ફોન કરવાથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના બેડની માહિતી મળશે


Updated: June 30, 2020, 5:19 PM IST
કોરોના : આ નંબર પર ફોન કરવાથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના બેડની માહિતી મળશે
પ્રતિકાત્મક તસવીર

હવે અમદાવાદીઓને ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી જાણવા ભટકવું પડશે નહીં

  • Share this:
અમદાવાદ : હવે અમદાવાદીઓને ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી જાણવા ભટકવું પડશે નહીં. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન દ્વારા કોવિડ દર્દી માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હવે 07926409999 અને 07926403333 નંબર પર ફોન કરવાથી અમદાવાદની કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે એ અંગે માહિતી આપવામાં આવશે.

આ અંગે માહિતી આપતા અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું હતું કે ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીને જગ્યા મળશે કે કેમ તે માટે હોસ્પિટલથી હોસ્પિટલ દર્દીને ભટકવું પડે છે. આ અંગે તેમને ડોકટર એસોસિએશનમાંથી પણ ઘણી ફરિયાદો આવી હતી. આખરે એક અલાયદું કોલ સેન્ટર ઉભુ કરીને તેમની ટીમે ખાનગી હોસ્પિટલની માહિતી લોકો સુધી મળી રહે તે માટે પ્રયત્ન કર્યો છે.


આ પણ વાંચો - PM Narendra Modi Speech : PM મોદીની જાહેરાત - 80 કરોડ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ મળશે

ભરત ગઢવીના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં બેડની સંખ્યા કેટલી અવેલેબલ છે એ માટે દિવસમાં બે વાર અપડેટ કરવામાં આવશે. એ પ્રમાણે ફોન કોલ્સ પર માહિતી મળી જશે. આ સિવાય હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ છે કે નહીં કે પણ જાણી શકશે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ભરત ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ હેલ્પ લાઇનને કારણે દર્દીને સમયસર કોવિડની સારવાર મળી જશે. આ સિવાય સેન્ટર પરથી કોવિડના દર્દીની હોમ કેર અંગે પણ માહિતી મેળવી શકાશે.
First published: June 30, 2020, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading