Home /News /madhya-gujarat /

Coronavirus : વાઘાણીની 50,000 બુથનાં કાર્યકરોને અપીલ, 'PM-CARES ફંડમાં આટલું દાન આપવું'

Coronavirus : વાઘાણીની 50,000 બુથનાં કાર્યકરોને અપીલ, 'PM-CARES ફંડમાં આટલું દાન આપવું'

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ફાઇલ તસવીર

દરેક કાર્યકર પોતાના બુથના 10 કે તેથી વધુ લોકોને અનુદાન આપવા પ્રેરિત કરે તેવી સૌ કાર્યકર્તાઓ ને પ્રદેશ પ્રમુખ વાઘાણીએ અપીલ કરી છે.

દેશના લોકલાડીલા  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં દેશનું નેતૃત્વ કરીને ભારતવાસીઓનું આ મહામારીથી રક્ષણ કરવા એક પછી એક મહત્વપૂર્ણ પગલા લઇ રહ્યા છે. વિશ્વવ્યાપી  કોરોનાવાયરસ ડિસીઝ કે તેના જેવી અન્ય મહામારીની પરિસ્થિતિમાં રાહત અને સારવાર કામગીરીને પહોંચી વળવા માટે માન. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી દ્વારા રચિત PM-CARES (પ્રધાનમંત્રી સીટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ફંડ ઈન ઇમરજન્સી સિચ્યુએશન)માં સમગ્ર દેશની જનતા  યથાશક્તિ મુજબ નું અનુદાન આપી રહી છે ત્યારે ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ અને જનતા પણ આ રાષ્ટ્રસેવાના ઉમદા કાર્યમાં  સહભાગી બની છે.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી નડડાજીએ દેશના કાર્યકર્તાઓને કરેલ આહ્વાહન મુજબ  પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતના આશરે ૫૦,૦૦૦ બુથોના ભાજપના દરેક કાર્યકર્તા પોતે ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા કે તેથી વધુ રાશિનું અનુદાન કરે અને પોતાના બુથના ૧૦ કે તેથી વધુ લોકોને અનુદાન આપવા પ્રેરિત કરે તેવી સૌ કાર્યકર્તાઓ ને અપીલ કરી છે.જો આપ પણ  PM-CARES માં અનુદાન આપવા માંગતા હોય તો આ બેંક એકાઉન્ટ નંબર કરી શકશો.

આ પણ વાંચો :  coronavirus : ખુશખબર! કોરોનાના ભુક્કા બોલાવા તબીબોએ શોધી કાઢી બે દવા, Covid-19માં અસરકારક

A/C Name: PM CARESAccount Number: 2121PM20202IFSC Code: SBIN0000691SWIFT Code: SBININBB104Name of Bank & Branch: State Bank Of India, New Delhi Main BranchUPI ID: pmcares@sbi

pmindia.gov.in વેબસાઈટ થકી નીચે દર્શાવેલ માધ્યમો દ્વારા પણ આપ ફંડ જમા કરી શકશો 

1. ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ

2. ઇન્ટરનેટ બેન્કિંગ

3. UPI (BHIM, PhonePe, Amazon Pay, Google Pay, PayTM, Mobikwik, etc.)4. RTGS/NEFT
Published by:Jay Mishra
First published:

Tags: Donation, ગુજરાત, જીતુ વાઘાણી, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन