Home /News /madhya-gujarat /

લૉકડાઉન : કોરોના વાયરસની દહેશત વચ્ચે BJPના પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કાર્યકર્તાઓને ખાસ સૂચના આપી

લૉકડાઉન : કોરોના વાયરસની દહેશત વચ્ચે BJPના પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કાર્યકર્તાઓને ખાસ સૂચના આપી

ભાજપ પ્રમુખ વાઘાણીની ફાઇલ તસવીર

ગુજરાત પ્રદેશ ભાજપના  કાર્યકર્તા પણ  ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ, સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટેની કટિબદ્ધતા સાથે નાગરિકોને અગવડ ન પડે તેની ચિંતા સાથે વિવિધ નિર્ણય લઈ રહી છે ત્યારે આ સંવેદનશીલ સમયમાં આપણે સૌ પણ આપણા ઘરે રહીને આ લડત માં સહભાગી થઈએ તે આવશ્યક છે.ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી.નડ્ડાજીS સૂચન આપી છે કે 21 દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો અને જરૂરિયાત મંદ પરિવારોને ભોજન, રાશન કીટ જેવી જરૂરી ચીજવસ્તુઓ ગુજરાતના તમામ જિલ્લાઓ-તાલુકા - મહાનગરમાં  દરેક બુથ સુધી પહોંચે, કોઈ જરૂરિયાતમંદ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરી ભાજપાના કાર્યકર્તાઓ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો સહકાર લઈ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓને પણ સાથે રાખી આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે.

ત્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપના  કાર્યકર્તા પણ  ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ, સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત ભોજન માટે જરૂરી કાચી સામગ્રી જેવી કે લોટ, અનાજ, દાળ, તેલ, શાકભાજી અને જરૂરી અન્ય ચીજોની કીટ બનાવી જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો :   Coronavirus : ન્યૂયોર્કમાં દર 17 મિનિટે એક વ્યક્તિનું મોત, અમેરિકામાં કોરોનાનો અજગર ભરડો

આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓએ બીમાર, અશકત, જરૂરિયાતમંદોને દવા પહોંચે તેની ચિંતા કરવી.આ સમગ્ર રાહત કામગીરી દરમિયાન Social Distance રાખીને સૌ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી નિભાવે અને સંકટની ઘડીમાં જનતાની સેવામાં ખડે પગે રહે.
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus, ગુજરાત, જીતુ વાઘાણી, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन