coronavirus and omicron update: કોરોના કેસ અને ઓમિક્રોન કેસમાં વિસ્ફોટ (corona case and omicron case) થતા અમદાવાદ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ તંત્ર (Ahmedabad Municipal Corporation Health Department) દોડધામ મચી છે. ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ (Gujarat CM bhupendra Patel) દ્વારા શહેરમાં કોરોના કેસ વધતા તાબડતોબ બેઠક બોલાવી છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરના (coronavirus in Ahmedabad) ફરી એકવાર કોરોના કેસ અને ઓમિક્રોન કેસમાં વિસ્ફોટ (corona case and omicron case) થતા અમદાવાદ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ તંત્ર (Ahmedabad Municipal Corporation Health Department) દોડધામ મચી છે. ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ (Gujarat CM bhupendra Patel) દ્વારા શહેરમાં કોરોના કેસ વધતા તાબડતોબ બેઠક બોલાવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM bhupedra Patel) અમદાવાદ શહેરમાં કોરોના કેસ (Ahmedabad coronavirus case) અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સમિક્ષા કરશે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ (Ahmedabad Sabarmati Riverfront House) ખાતે મુખ્ય સચિવ, એએમસી કમિશનર સહિત અધિકારીઓ સાથે બેઠક કરશે.
રાજ્યમા કોરોના ગત રોજ 584 કેસ નોધાયા હતા. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારમાં ગત રોજ 265 નવા કોરોના કેસ નોધાયા હતા . હાલ કોરોના 1902 કેસ એક્ટિવ છે. જેમા 17 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 1891 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યના કોરોના રિકવરી રેટ 98.54 ટકા છે.
પરંતુ સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમા નોધાયા આરોગ્ય વિભાગ સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે . સીએમની અધ્યક્ષતામા આજે સાંજે પાંચ કલાકે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મુખ્ય સચિવ , એએમસી કમિશનર , ચૂટાયેલા પદાધિકીરીઓ સાથે બેઠક યોજાશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલ સમક્ષ એક પ્રેઝન્ટેશન બતાવામા આવે છે. જેમા શહેરમા હાલ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલા કામગીરી દર્શાવવા આવશે . તેમજ કોરોના વેકિસન કામગીરી અને હોસ્પિટલમાં ઉભી કરાયેલ વ્યવસ્થા અંગે સીએમને માહિતગાર કરાશે.
પહેલી અને બીજી લહેરના અનુભવના આધારે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિન બેડ અને આઇસીયુ બેડ વધારવાની કામગીરી કરાઇ છે. SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ સાથે 20 હજાર લીટર ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં તૈયાર કરાયો છે.
આ સાથે 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ LG હોસ્પિટલમાં તૈયાર કરાયા છે. શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે. 35000 રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. AMC પાસે RTPCRની કીટ 12000 અને રેપીડકીટ 3 લાખ કિટ તૈયાર છે. આ ઉપરાત LG હોસ્પિટલમાં 6000 લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર