અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોના વાયરસ (Coronavirus) ની વિરુદ્ધ લડાઈને સફળ બનાવવા માટે લોકોને રવિવારે જનતા કર્ફ્યૂ (Janata Curfew) નો હિસ્સો બનવાનો અનુરોધ કર્યો છે. આ જનતા કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ખૂબ મોટી કામગીરી કરી છે. AMCએ અમદાવાદ (Ahmedabad) શહેરના 110 સ્થળો પર ફાયર બ્રિગેડની મદદથી દવાનો છંટકાવ કરી જાહેર સ્થળોને સેનિટાઇઝ (Sanitize) કર્યા છે.
પીએમ મોદીએ કોરોના વાયરસને સંક્રમિત થતો રોકવા માટે સામાજિક અંતર રાખવા માટે રવિવાર સવારના સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ નો પ્રસ્તાવ મૂક્યો હતો. વડાપ્રધાન મોદીની અપીલના સમર્થનમાં પીએમના વતન ગુજરાતે આ અપીલને સફળ બનાવી છે.
આજે જ્યારે અમદાવાદીઓ ઘરમાં હતા ત્યારે મહાનગરપાલિકાએ આ તકનો લાભ લઈને અમદાવાદના જાહેર સ્થળો પર દવાનો છંટકાવ કર્યો હતો. અમદાવાદમાં 110 કિલોમીટર લાંબા BRTS કોરિડોર પર દવાનો છંટકાવ કર્યો છે. આ ઘટના કદાચ દેશના કોઈ શહેરમાં પ્રથમ વાર બની હશે તેવું જાણકારોનું કહેવું છે.
આ સેનિટાઇઝેશન કાર્યક્રમ વિશે માહિતી આપતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું ' શહેરના જાહેર પરિવહન સ્થળો, 250 બાગ બગીચા, બસ મથકો, રીવરફ્રન્ટ સહિતના અનેક જાહેર સ્થળો પર અમને તક મળશે ત્યારે આ કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ફાયર બ્રિગેડના 20 વ્હિકલને આ કામગીરીમાં કામે લગાડવામાં આવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર