કોરોના વાયરસ : એએમસીએ બેદરકારી બદલ કુબેરનગર સ્થિત સિંધુ હોસ્પિટલને નોટિસ ફટકારી


Updated: July 7, 2020, 10:28 PM IST
કોરોના વાયરસ : એએમસીએ  બેદરકારી બદલ કુબેરનગર સ્થિત સિંધુ હોસ્પિટલને નોટિસ ફટકારી
કોરોના વાયરસ : એએમસીએ બેદરકારી બદલ કુબેરનગર સ્થિત સિંધુ હોસ્પિટલને નોટિસ ફટકારી

હોસ્પિટલ દ્વારા ગવર્મેન્ટ ગાઇડલાઇન મુજબ ચાર્જ કરતા વધુ ચાર્જ વસુલેલ હોવાનું સમર્થન મળતા આરોગ્ય વિભાગે સિંધુ હોસ્પિટલ પર કાર્યવાહી કરી

  • Share this:
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત્ છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક પછી એક કડક પગલા લેવાનાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ન વધે તેના માટે અને કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ધી એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતર્ગત 50 થી વધુ ખાનગી હોસ્પિટલોને હસ્તગત કરાઇ છે.

શહેરમાં કુબેરનગરમાં આવેલી સિંધુ હોસ્પિટલે 20 મે 2020થી એએમસી સાથે એમઓયુ કરેલ છે. એમઓયુ હોવા છતા હોસ્પિટલના પ્રાઇવેટ બેડ પર દાખલ થયેલ દર્દી પાસેથી સરકારી ગાઇડલાઇન મુજબના ચાર્જ કરતા વધારે ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે દર્દીના પુત્રીએ ફરિયાદ કરેલ જે અનુસંધાને તપાસ અહેવાલ મેળવવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલ દ્વારા ગવર્મેન્ટ ગાઇડલાઇન મુજબ ચાર્જ કરતા વધુ ચાર્જ વસુલેલ હોવાનું સમર્થન મળતા આરોગ્ય વિભાગે સિંધુ હોસ્પિટલ પર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો - ભારતમાં વસ્તીની એવરેજ પ્રમાણે કોરોનાના કેસ અને મૃત્યુ રેટ દુનિયામાં સૌથી ઓછો : સ્વાસ્થ્ય મંત્રાલય


એએમસી દ્વારા સિંધુ હોસ્પિટલને ધી એપેડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ -2 અન્વયે નિવારાત્મક પગલા હેઠળ દંડ કરવા, ધી ગુજરાત રજીસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ સી ફોર્મ રજીસ્ટ્રશન રદ કરવા તથા ધી એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 ની કલમ-3 હેઠળ આઇપીસી કલમ 188 અંતર્ગત પોલીસ ફરિયાદ કરવા તેમજ અન્ય સખત કાયદેસરની કાર્યવાહી કરવા નોટિસ પાઠવામા આવેલ છે. આ અગાઉ રાજસ્થાન હોસ્પિટલ સહિત અન્ય ચાર હોસ્પિટલ સામે દંડનાત્મક કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવી હતી.
Published by: Ashish Goyal
First published: July 7, 2020, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading