અમદાવાદઃ BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળેલી કોરોના દર્દીની લાશ મામલે સોમવારે થશે ખુલાસો

News18 Gujarati
Updated: May 17, 2020, 10:05 PM IST
અમદાવાદઃ BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળેલી કોરોના દર્દીની લાશ મામલે સોમવારે થશે ખુલાસો
દર્દીની તસવીર

દાણીલીમડાના રોહિત નગરમાં રહેતા 70 વર્ષીય ગણપતભાઈ મકવાણાનો 10 મેના રોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ 14મીએ તેમને હોમ આઈસોલેશન કરવા માટે રજા આપવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસે (coronavirus) અમદાવાદ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં (Ahmedabad civil hospital) પણ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અને શહેરમાં મોતનો આંકડામાં પણ વધારો થતો રહ્યો છે. જોકે, આવી સ્થિતિમાં તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલતી એક ઘટના સામે આવી છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંતી રજા અપાયેલા દર્દીની લાશ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જોકે, આ ઘટના ધ્યાને આવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવીએ પ્રેસકોન્ફરન્સમાં આ ઘટનાની તપાસ અંગે જણાવ્યું હતું કે, આ ઘટનાનો સંપૂર્ણ અહેવાલ કાલે સોમવારે બપોર સુધીમાં આવી જશે. આ અંગે દાણીલીમડા પોલીસે તપાસ હાથધરી છે.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું ટ્વીટ


મળતી માહિતી પ્રમાણે દાણીલીમડાના રોહિત નગરમાં રહેતા 70 વર્ષીય ગણપતભાઈ મકવાણા રહેતા હતા. 10 મેના રોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ 14મીએ તેમને હોમ આઈસોલેશન કરવા માટે રજા આપવામાં આવી હતી. જેથી બસમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે બસ ડ્રાઈવરને દાણીલીમડા ઉતરવાનું છે એમ કહ્યું હતું. જેથી બસ ડ્રાઈવરે તેમને દાણીલિમડા બીઆરટીએસ બસ સ્ટેન્ડે ઉતાર્યા હતા. જોકે તેમને ત્યાં જ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-Lockdown 4.0: કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, કાલથી આ કામોમાં મળશે છૂટ

બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર કોરોના દર્દીની લાશ મળતા જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીની લાશ બી. આર ટી એસ બસ સ્ટેન્ડ દાણી લીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ-ધો- 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! Jee, Neet, Gujce પરીક્ષાઓનું ઘરે બેઠા માર્ગદર્શન મળશેમુખ્ય મંત્રીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તા ને સોંપવાનો પણ નિર્ણય લીધો છે. તેમણે પોતાનો આ તપાસ અહેવાલ 24 કલાકમાં રાજ્ય સરકારને આપી દેવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી છે. આ ઘટનામાં જે કોઈ જવાબદાર જણાશે તેની સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી પણ કરાશે.

આ પણ વાંચોઃ-ચાર સપ્તાહમાં સૌથી મોટું રોકાણ! Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે જનરલ એટલાન્ટિક

આ ઉપરાંત રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અગ્ર સચિવ જ્યંતિ રવીએ પોતાના પ્રેસ કોન્ફરન્સમાં દાણીલીમડાની આ ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને તેનો સંપૂર્ણ અહેલા કાલે એટલે કે સોમવારે આવી જશે. ઉલ્લેખનીય છે કે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર ઘટના અંગે માહિતી આપી હતી. સાથે સાથે સરકાર ઉપર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
First published: May 17, 2020, 9:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading