કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ

News18 Gujarati
Updated: May 23, 2020, 3:50 PM IST
કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં કેસનો આંકડો 10,000ની નજીક પહોંચ્યો, મુત્યુદર પણ વધ્યું , ગુજરાતમાં 802 મોતમાંથી 645 મોત અમદાવાદના

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં રીકવરી રેટમા ધરખમ વધારો થયો છે. શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે એએમસી અને રાજ્ય સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે તેમજ અનેક મુહીમ ચલાવામાં આવી છે. જેના ફળ સ્વરૂપે અમદાવાદ શહેરમાં રાજ્યના અને દેશની સરખામણીએ રીકવરી રેટ 140 ટકા પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં વિશેષ નિરીક્ષણ માટે નિમણુક કરાયેલા અને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તાનો દાવો છે કે અન્ય રાજ્ય અને શહેર કરતા અમદાવાદ શહેરનો રીકવરી રેટ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં સાજા થયેલા દર્દીઓની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં એએમસીએ જાહેરાત કરતા કહ્યું હતુ કે પાંચમી મે એ અમદાવાદનો રિકવરી રેંટ 15.85 ટકા હતો. ગુજરાતમાં 22.11 ટકા અને દેશમાં 28.62 ટકા હતો. પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી અપનાવેલી પદ્ધતિ અને નિતીના કારણે શહેરનો રિકવરી રેટ 140 ટકા પર પહોંચ્યો છે. જ્યારે ગુજરાતમા આ દર 92 ટકા અને દેશમાં 43 ટકાએ પહોંચ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : રાજ્યના સરકારી ચોપડે માત્ર 7512 શ્રમિકો નોંધાયેલા છે, Coroanના કાળમાં મોટો ખુલાસો

અમદાવાદનો રિકવરી રેટ 140 ટકાએ પહોંચ્યો


અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટીવ કેસ શોધવા માટે તેમજ સંક્રમણ અટકાવા માટે શરૂ કરાયેલ એક્ટિવ સર્વેલન્સ ટીમની સંખ્યા પણ 318 થી વધારી 616 કરવામાં આવી છે. સર્વેલન્સ રેટ પણ 14 ટકા વધીને 40 ટકા કરાયો છે. એક તરફ અમદાવાદ શહેરમાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. તો સામે રિક્વર રેટ પણ સારો જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઇ રહ્યા છે.

સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસના મહામારી વચ્ચે લડી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પર કોરોના વાયરસના સકંજામાં આવી ગયું હોય તેમ લાગે છે. શહેરમાં આજે કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. 22 મે સાંજ સુધી અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો આંકડો 10 હજારને ટચ થવા જઇ રહ્યો છે. 9724 કોરોના કેસ સાથે અમદાવાદ શહેર દેશના અન્ય મેટ્રો શહેરમાં ટોપ પાંચમા આવી ગયું છે તો મુત્યુદર પણ વધારે જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 22 મે ની સાંજ સુધીમાં 645 મોત થયા છે તો સાથે ડિસ્ચાર્જ રેટમાં વધારો જોવા મળ્યો છે.
First published: May 23, 2020, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading