અમદાવાદ : બિન્દાસ ફરતા 121 લોકોને પોલીસે પકડ્યા, એક દિવસમાં છ ફરિયાદો દાખલ


Updated: March 25, 2020, 7:11 PM IST
અમદાવાદ : બિન્દાસ ફરતા 121 લોકોને પોલીસે પકડ્યા, એક દિવસમાં છ ફરિયાદો દાખલ
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવાનો આદેશ આપ્યો તેમ છતાં પણ લોકોના ટોળા રસ્તા પર ઉતરી રહ્યાં છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારે જુદા પગલાં ભરવાના શરૂ કર્યા છે. પોલીસ કમિશનરે ચાર કરતા વધારે માણસો ભેગા ન થવા જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં રખડતા 121 લોકોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવાનો આદેશ આપ્યો તેમ છતાં પણ લોકોના ટોળા રસ્તા પર ઉતરી રહ્યાં છે. અમદાવાદ શહેર કમિશનરે વાયરસને ફેલાતો અટકાવવા શહેરમાં કોઈ પણ જગ્યાએ ચાર કરતા વધારે માણસો ભેગા ન થવા દેવાનો આદેશ આપ્યો છે. આમ છતાં લોકો રસ્તા પર ટહેલવા નીકળી પડે છે.

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પૂર્વ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરીને રસ્તે ઉતરી આવેલા રામોલમાં 54 લોકો સહિત અલગ અલગ વિસ્તારમાંથી કુલ 121 લોકોની અટકાયત કરી હતી. પકડાયેલા તમામ લોકોના વિરુદ્ધમાં પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કયા વિસ્તારમાં કેટલા લોકો પકડાયા
રામોલ વિસ્તારમાં - 54
અમરાઈવાડી વિસ્તારમાં - 9બાપુનગર વિસ્તારમાં - 4
ગોમતીપુર વિસ્તારમાં - 14
ખોખરા વિસ્તારમા - 10
નિકોલ વિસ્તારમાં - 16
ઓઢવ વિસ્તારમાં - 10
રખિયાલ વિસ્તારમાં - 4

પોલીસે દંડા બાજી બંધ કરી- ઘર્ષણમાં ઉતરનાર સામે એક દિવસમાં છ ફરિયાદો દાખલ

લોક ડાઉન વચ્ચે કામ વગર ટહેલવા નિકળતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી છે અને ઘણી જગ્યાએ પોલીસે દંડાબાજી કરી હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. ત્યારે હવે પોલીસે દંડા બાજી બંધ કરી ઘર્ષણમાં ઉતરનાર સામે વિધિવત ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે. શહેર પોલીસે એક જ દિવસમાં આજ પ્રકારની જુદી જુદી છ ફરિયાદો દાખલ કરી છે. જેમાં પોલીસ સાથે માથાકુટ કરનાર બીએમડબ્લ્યુ ચાલકની આનંદનગર પોલીસે ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યો છે. જ્યારે ટ્રાફિક પોલીસે રોકતા તેમના પર હુમલો કરનાર યુવક-યુવતીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આનંદનગર પોલીસ મથકમાં નોકરી કરતા રાજેન્દ્રસિંહ ભિખુભા લોકડાઉન પગલે ગઇકાલે રાત્રે 10.30 કલાકે પોતાના સહકર્મચારીઓ સાથે પ્રહલાદનગર પાસે ફરજ અદા કરી રહ્યાં હતા. ત્યારે એક વ્હાઇટ કલરની બીએમડબ્લુયુ કાર આવી હતી. જેથી પોલીસે તે કારને અટકાવી હતી. ત્યારે ચાલકનુ નામ પુછતા રાહુલ જિંદાલ લખાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ કરતા તેનું નામ રાહુલ જિંદાલ ન હતું પરંતુ સુલભ નરેન્દ્રર સરોગી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની પુછ્યુ હતું કે, કોરોના મહામારી ચાલી રહી છે અને લોકડાઉન છે ત્યારે તમે ક્યાંથી આવો છો. ત્યારે બીએમડબ્લ્યુ ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે, મને કેમ ઉભો રાખ્યો છે તમે મને ઓળખો છો હું કોણ છું? પછી તેને પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જેથી પોલીસે સુલભ સામે પોલીસ કામગીરીમાં દખલગીરીની ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

જ્યારે એસ.જી.હાઇવે પર ટ્રાફિક શાખાના ગોગનભાઇ દાનાભાઇ મોરી હેબતપુરા ચાર રસ્તા ખાતે પોતાના સહકર્મચારીઓ સાથે ફરજ અદા કરી રહ્યાં હતા. ત્યારે ત્યાં એક એક્ટીવા ચાલક આવતા તેને રોક્યો હતો અને પુછપરછ કરી રહ્યા હતા. ત્યારે એક્ટીવા પર બેઠેલી મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિને કેમ રોક્યા છે. ત્યારબાદ મહિલા જેમફાવે તેમ બોલાવી લાગી હતી. ત્યારે પોલીસે સભ્ય વર્તન માટે કહેતા મહિલાએ મહિલા લોકરક્ષક સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. ત્યારે જ એક્ટીવા પર બેસેલા યુવકે હેલ્મેટ પોલીસને મારતા હોઠ પર લોહી નિકળવા લાગ્યું હતું. ઉપરાંત ગોગનભાઇની નંબર પ્લેટ પણ તોડી નાખી હતી. જેથી પોલીસે સાગર પંચાણભાઇ વાઘેલા અને કાજલ દિનેશભાઇ નાણેજ સામે ફરિયાદ નોંધી બન્નેની ધરપકડ કરી છે.

જ્યારે દાણીલીમડામાં પોલીસ સાથે બોલચાલ કરીને વીડીયો બનાવી હેરાન પરેશાન કરવાની ધમકી આપનાર ચાર શખ્સોના વિરુદ્ધમાં પોલીસના કામમાં અવરોધ કરવાનો ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથધરી છે. જેમાં સબિનાબાનુ શેખ, રુકશાનાબાનુ શેખ, શીફા શેખ અને મહેમદ સિરાજુદ્દીન શેખનો સમાવેશ થાય છે. જ્યારે લોકડાઉનમાં બહાર આવી દાણલીમડા પોલીસ સાથે ઘર્ષણ કરનાર તોફીક મેમણની ધરપકડ કરવામાં આવી છે.
First published: March 25, 2020, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading