કોરોના વાયરસ : સાવધાન! પોલીસ સોસાયટીના CCTV ચેક કરશે, લૉકડાઉન તોડ્યું તો કેસ થશે


Updated: April 24, 2020, 4:10 PM IST
કોરોના વાયરસ : સાવધાન! પોલીસ સોસાયટીના CCTV ચેક કરશે, લૉકડાઉન તોડ્યું તો કેસ થશે
પ્રતિકાત્મક તસવીર

શહેર પોલીસને હવે ત્રણ ચાર દિવસના રહેણાંક વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા સૂચના અપાઈ છે.

  • Share this:
અમદાવાદ: લોકડાઉનમાં અનેક વિસ્તારોમાં લોકો કોઈ પણ બહાને બહાર નીકળે છે. જેને લઈને રોડ પર ઉભેલી પોલીસ તેમને પકડી કાર્યવાહી પણ કરે છે. પણ અનેક લોકો એવા હોય છે જેઓ સોસાયટીમાં ભેગા થઈને બેઠા હોય અથવા ફ્લેટ, ગલી કે સોસાયટીના નાકે બેઠા હોય છે. ત્યારે ત્યાંથી પોલીસ ન નીકળે તેનો લોકો ફાયદો ઉઠાવી રહ્યા હતા. પણ હવે ભૂતકાળ માં આવી રીતે બેઠેલા લોકો બચી નહિ શકે. કારણકે શહેર પોલીસને હવે ત્રણ ચાર દિવસના રહેણાંક વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા સૂચના અપાઈ છે. જે ફૂટેજ એકત્રિત કરી કામ વગર બહાર નિકલનારા સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

લોકડાઉનનો અમલ ન કરનાર લોકો અત્યાર સુધી માત્ર રોડ પરથી જ પકડાતા હતા. અને પોલીસ પણ વિસ્તારના તમામ રહેણાંક જગ્યાએ ફરે તેવું પણ શક્ય નથી. જેથી પોલીસ થોડા થોડા સમય આ રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી હતી. પોલીસ ન આવે ત્યારે લોકો સોસાયટી કે ફ્લેટમાં બહાર બેસતા હતા.

આ પણ વાંચો : coronavirus : સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત, વધુ 4 ક્લસ્ટર જાહેર થતા 2.5 લાખ લોકો ક્વૉરન્ટીન

પણ પોલીસને દૂરથી જ આવતી જોઈને લોકો ઘરમાં જતા રહેતા હતા. જેથી આવા લોકો પકડાતાએ ન હતા. પણ હવે પોલીસને આવા લોકોને પકડવા ટાસ્ક સોંપ્યો છે. જેમાં હવે પોલીસ તમામ રહેણાંક વિસ્તારના ત્રણથી ચાર દિવસ જુના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં કોરોનાના કેસ બમણા થવાનો દર યથાવત રહે તો 15મી મે સુધીમાં 50,000 કેસ નોંધાઈ શકે : નેહરા

જેમાં પોલીસ આ ફૂટેજ એકત્રિત કરી તેનો અભ્યાસ કરશે. તેમાં જે પણ કોઈ વગર કામે બહાર લોકો સાથે બેઠા હશે તો તેમને પકડી લાવશે અને તેની સામે ગુનો નોંધશે. હાલ સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસે આ કામગીરી શરૂ કરતા હવે કામ વગર પોલીસને થાપ આપીને બેસનારા લોકોએ ચેતી જવાનો સમય આવ્યો છે. ત્રણ ચાર દિવસના ફૂટેજ ભેગા કરી જાહેરનામા નો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. જેથી હવે લોકોઈ ઘરમાં રહીને સ્વસ્થ રહેવાનું આવશ્યક બન્યું છે.
First published: April 24, 2020, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading