Coronavirus : ગુજરાત યુનિવર્સિટીની સમરસ હૉસ્ટેલમાં 2,000 બેડની નોન-ક્રિટિકલ આઇસોલેશન હૉસ્પિટલ ઉભી કરાશે


Updated: March 23, 2020, 9:03 PM IST
Coronavirus : ગુજરાત યુનિવર્સિટીની સમરસ હૉસ્ટેલમાં 2,000 બેડની નોન-ક્રિટિકલ આઇસોલેશન હૉસ્પિટલ ઉભી કરાશે
અમદાવાદમાં 6 જેટલી હોસ્ટેલમાં નોન ક્રિટિકલ આઇસોલેશન વૉર્ડની હૉસ્પિટલ તૈયાર કરવાની કવાયત

અમદાવાદમાં કોરોનાના સંકટ સામે લડવા 6 હોસ્ટેલોમાં મોટી સંખ્યામાં નોન ક્રિટિકલ આઇસોલેશન હૉસ્પિટલો રાતોરાત ઉભી કરવાની કવાયત

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તથા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઇ ઉભી થનાર  પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવી શકાય તેવી હંગામી ધોરણે નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે દિન-પ્રતિગિન વધી રહેલા કોરોના વાયરસના  પ્રભાવને ધ્યાનમાં રાખી આ ઉપરાંત આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલ, ઉમિયા ગર્લ્સ હોસ્ટેલ,  એચ. કે. હોસ્ટૅલ,સૌરાષ્ટ્ર પાટીદાર હોસ્ટેલ સહિતની જગ્યાઓએ નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

આ હોસ્પિટલ ખાતે કોરેન્ટાઇન સવલત  સહિત 24 કલાક તબીબી સારવાર, ભોજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.સમરસ હોસ્ટેલ ખાતે આવી હોસ્પિટલ ઉભી કરવા જરૂરી સવલતો ગોઠવવા અંગેની બેઠક સમરસ હોસ્ટેલ ખાતે આજે  યોજાઇ હતી.આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી હર્ષદભાઈ વોરાએ આ અંગેની જરૂરી નાનામાં નાની બાબતોની કાળજી લેવા ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો :  દેશને મળી પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી મદદ

અહીં દાખલ કરવામાં આવનાર દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટેની કાળજી રાખી શ્રેષ્ઠ પરીણામ હાંસલ કરવા કટિબદ્ધ બનવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. બધી જગ્યાઓ મળીને સાત હજાર ઉપરાંતની નોન ક્રિટિકલ આઈસોલેશન હોસ્પિટલની જગ્યા ઊભી કરવા માટે કલેકટર તંત્રે તૈયારીઓ આરંભી છે તે અંગેની વિગતો અધિક  જિલ્લા કલેકટએ આ બેઠકમાં આપી હતી.
First published: March 23, 2020
વધુ વાંચો
अगली ख़बर