Home /News /madhya-gujarat /Coronavirus : DyCM નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં કોરોનાનાં 18 પોઝિટિવ કેસ, દર્દીઓના નામ જાહેર થશે
Coronavirus : DyCM નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં કોરોનાનાં 18 પોઝિટિવ કેસ, દર્દીઓના નામ જાહેર થશે
કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરાશે જેથી તેમના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ માટે આગળ આવે, રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતી કરાશે
કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરાશે જેથી તેમના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ માટે આગળ આવે, રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતી કરાશે
અમદાવાદ : રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસના (coronavirus)એ ભરડો લઈ લીધો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસનાં જે પોઝિટિવ કેસ હતા તે વધીને પોઝિટિવ કેસનો (Positive case)ની સંખ્યા 18 થઈ છે. 22મી માર્ચે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ (Nitin Patel)એ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 22મી માર્ચે 5 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તમામ દર્દીઓ આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. આ 13 કેસમાંથી 7 કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. 3 કેસ વડોદરામાં (Vadodara)માં નોંધાયા છે. પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં 3 કેસ નોંધાયા છે. સુરતમાં (Surat) કોરોનાના ત્રણ અને રાજકોટમાં (Rajkot)માં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપી અને જનતા કર્ફ્યૂ અને કોરોનાના પોઝિટિવ કેસ તેમજ આગામી રણનીતિની માહિતી આપી હતી.