લૉકડાઉન : નારોલમાં જમ્મુથી મજૂરી માટે આવેલા 150થી વધુ મજૂરો ખાધા પીધા વગર અટવાયા


Updated: March 27, 2020, 4:53 PM IST
લૉકડાઉન : નારોલમાં જમ્મુથી મજૂરી માટે આવેલા 150થી વધુ મજૂરો ખાધા પીધા વગર અટવાયા
ટ્રાન્સપોર્ટમાં કામ કરતા આ મજૂરોને ખોરાક અને ઘરે જવાની વ્યવસ્થા થાય તેવી માંગણી છે.

જૂરોના ધરમાં રાશન ખૂટી પડ્યું છે અને એક ઘરમાં 30 થી વધુ મજૂરો રહી રહ્યા છે. અને તેમને ખાવાના ફાંફા પડી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની અસર ને પગલે દેશ ભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે અમદાવાદ ના નારોલમાં જમ્મુથી મજૂરી કરવા આવેલા 150 થી વધુ મજૂરો ફસાયા છે. એકતરફ જમવા માટે ઘરમાં રાશન ખૂટી પડ્યું છે ને બીજીતરફ કંપનીઓ એ હાથ અધ્ધર કરી લીધા છે. કોરોના વાયરસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગુજરાત માં પણ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જેને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 21 દિવસ નું લોકડાઉન જાહેર કર્યું છે. જોકે આ લોકડાઉન ની સ્થિતિ વચ્ચે જમ્મુથી આવેલા મજૂરો અમદાવાદમાં ફસાયા છે.

અમદાવાદમાં નારોલમાં કાપડની અલગ અલગ કંપનીઓ માં જમ્મુના અલગ અલગ ગામો માંથી કામ માટે આવેલા 150 થી વધુ મજૂરો ફસાયા છે. આ મજૂરો પોતાના પરિવાર ને છોડીને મજૂરી માટે આવ્યા છે. પરંતુ લોકડાઉન ના કારણે હાલત એવી થઈ છે જે મજૂરોના ધરમાં રાશન ખૂટી પડ્યું છે અને એક ઘરમાં 30 થી વધુ મજૂરો રહી રહ્યા છે. અને તેમને ખાવાના ફાંફા પડી રહ્યા છે.  કંપનીના માલિકોએ  પણ મજૂરો પ્રત્યે થી હાથ અધ્ધર કરી લીધા છે. મજૂરો કહી રહ્યા છે કે કંપનીના માલિકોએ રાશનની વ્યવસ્થા કરવી જોઈએ કે પછી સરકાર અમને રાશન આપે નહીતો અમારા વતન જવાની પરમિશન આપે. કારણ કે વતન જતા રસ્તામાં પોલીસ રોકે છે.  એટલે જો વતન જવાની પરમીટ મળે તો વતન પરિવાર પાસે જઈ શકીએ.

 આ પણ વાંચો :  લૉકડાઉન : રાજ્યમાં 12 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન નોંધાયો, તમામ રિપોર્ટ નેગેટિવ

બીજીતરફ બીજા રાજ્યોમાંથી કપનીઓ માટે માલસમાન લઈને  આવેલા ટ્રક ટ્રાન્સપોર્ટર પણ ફસાયા છે. નારોલ અને પીપલજ પીરાણા રોડ પર ટ્રકો નો ખડકલો થઈ ગયો છે. કારણ કે લોકડાઉન ના કારણે કંપનીઓ માટે માલ લઈને આવેલી ટ્રકો ના ડ્રાઈવર હવે વતન પાછા જવા માંગે છે. પરંતુ તેઓ પણ જઈ શકતા નથી. તામિલનાડુ થી આવેલા ટ્રક ડ્રાઈવર પણ કહી રહ્યા છે કે માલસામાન પહોંચાડ્યા પછી પાછા જવાની વ્યવસ્થા કંપની માલિકોએ કરવી જોઈએ.

 આ પણ વાંચો :  લૉકડાઉન : સુરતમાં બિહારી યુવાનો ફસાતા મદદની અપીલ, રાશન-પૈસા વગર ઘરમાં ભૂખ્યા તરસ્યા કેદ

મહત્વનું છે કે માત્ર જમ્મુ જ નહીં ઉત્તર ભારત થી પણ આવીને ઘણા મજૂરો નારોલ ઉપરાંત વટવા અને નરોડા જીઆઇડીસી માં મજુરી કામ કરી રહ્યા છે.. તેઓની પણ કંઈક આવીજ હાલત છે. ત્યારે ગરીબો માટે જમવાની વ્યવસ્થા કરતી સરકાર અને સેવાભાવી સંસ્થાઓ એ પણ આવા મજૂરો માટે રાશન ની વ્યવસ્થા કરવાની જરૂર છે.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading