કોરોનાનો કહેર વધતા બેન્ક કર્મચારીઓમાં ફફડાટ! 15 હજાર કર્મીઓ સંક્રમિત, કામગીરી મર્યાદીત કરવા માંગ

કોરોનાનો કહેર વધતા બેન્ક કર્મચારીઓમાં ફફડાટ! 15 હજાર કર્મીઓ સંક્રમિત, કામગીરી મર્યાદીત કરવા માંગ
પ્રતિકાત્મક તસવીર

આ કામગીરીમાં કેશની લેવડદેવડ, ટ્રાન્સફર, NEFT અને ક્લિયરીગ એ લિમિટેડ ચાલુ રાખવામાં આવે અને બાકીની અન્ય કામગીરી બે મહિના સુધી બંધ કરી દેવામાં આવે.

  • Share this:
સંજય ટાંક અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં કોરોનાનું (coronavirus) સંક્રમણ વધ્યું છે. અને કોરોનાની બીજી લહેર (second wave of the corona) વધુ ઘાતક બની રહી છે. તેવામાં છેલ્લા એક મહિનામાં 15 હજારથી વધુ બેન્ક કર્મચારીઓ (Bank employees) સંક્રમિત થયા છે અને 30થી વધુ કર્મીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને પગલે બેન્ક કર્મચારીઓમાં પણ કોરોનાના સંક્રમણ મામલે ફફડાટ ફેલાયો છે. જેને પગલે મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયને (Mahagujarat Bank Employees Union) રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને (Gujarat CM vijay Rupani) પત્ર લખી બેન્ક કર્મચારીઓની વ્યથા રજૂ કરી છે.

અને આગામી 2 મહિના માટે બેન્કની કેટલીક કામગીરીઓ મર્યાદિત કરવા રજુઆત કરી છે. જે પ્રકારે રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે તેને જોતા બેન્ક કર્મચારીઓ માટે પણ કામગીરી કરવી મુશ્કેલ બની રહી છે. કારણ કે બેંકની અલગ અલગ કામગીરી ને લઈ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ થાય છે.અને કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા વધી રહી છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનના મહામંત્રી જનક રાવલ જણાવે છે કે કોરોનાની આ બીજી લહેરમાં વાયરસ વધુ સ્પ્રેડ થઈ રહ્યો છે. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કેટલીક રજુઆત કરી છે. બધા વેપારીઓની જેમ બેન્ક તો બંધ થઈ શકે નહીં.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

જેથી આ રજુઆતમાં આગામી બે મહિના સુધી બેન્કની કેટલીક કામગીરી મર્યાદિત કરવા માંગ કરી છે. આ કામગીરીમાં કેશની લેવડદેવડ, ટ્રાન્સફર, NEFT અને ક્લિયરીગ એ લિમિટેડ ચાલુ રાખવામાં આવે અને બાકીની અન્ય કામગીરી બે મહિના સુધી બંધ કરી દેવામાં આવે. એક મહિના પછી ભલે રીવ્યુ કરીને એ કામગીરી ચાલુ કરી દેવાય પણ હાલ પુરતી તે કામગીરી બંધ રાખવા તેમજ કેસ અવર 10થી 1 વાગ્યા સુધી કરવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

તેમ જ મહિનામાં બીજો અને ચોથો શનિવાર તો બેંકો બંધ હોય જ છે તો પછી એક મહિના માટે કર્મચારીઓની કામગીરી ફાઈવ ડે વીક કરવા માંગ આ ત્રણ અમારી પ્રમુખ માગણી છે. આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો અન્ય કામ માટે લોકોનો ધસારો વધારે આવતા હોય સંક્રમણ વધવાની શકયતા રહેલી છે.ઘણી બેન્કોની બ્રાન્ચઓના 100 ટકા એમ્પ્લોયી કોરોના સંક્રમિત થયા છે. મુખ્યમંત્રી હોદ્દાની રુએ સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી SLBC ના ચેરમેન છે. જેથી તેઓ આ નિર્ણય લઈ શકે છે. જેને લઈ તેમને રજૂઆત કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:April 19, 2021, 22:00 pm

ટૉપ ન્યૂઝ