Corona New guideline: ગુજરાત સરકારે આપી મોટી રાહત, સામાજીક-ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા મર્યાદા હટી
Corona New guideline: ગુજરાત સરકારે આપી મોટી રાહત, સામાજીક-ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા મર્યાદા હટી
આ કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ તા. 31 માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ રહેશે.
Gujarat Corona's new guidelines: ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા રાજય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈન (Corona's guideline)ના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ (Corona transition in Gujarat) ઘટતા રાજય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈન (Corona's guideline)ના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આખુ ગુજરાત રાજ્ય 100 ટકા કર્ફ્યૂમુક્ત થયું છે. ત્યાં જ રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી છે. જેમા લગ્ન, સામાજીક-ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા મર્યાદા હટાવી લીધી છે. આ નવી ગાઇડલાઇન્સ 31 માર્ચ સુધી અમલમાં રહેશે.
આ ગાઇડલાઇન્સ અંતર્ગત કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. ત્યાં જ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે.
બીજી તરફ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2 માર્ચ-2022થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. 31 માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.24.02.2022ના હુકમ ક્રમાંક: વિ-1/કઅવ/102020/482 થી સમગ્ર રાજયમાં તા.01.03,2022 સુધી કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. બાદ ગૃહ વિભાગના તા.24.02,2022ના હુકમ ક્રમાંક: વિ 1/કઅવ/102020/482થી અમલમાં મુકવામાં આવેલ તમામ નિયંત્રણો દૂર કર્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર