લૉકડાઉન : રાશનકાર્ડ નથી તેવા લોકોને પણ અનાજ મળશે, સરકારે ઘડ્યો પ્લાન


Updated: April 6, 2020, 2:59 PM IST
લૉકડાઉન : રાશનકાર્ડ નથી તેવા લોકોને પણ અનાજ મળશે, સરકારે ઘડ્યો પ્લાન
પ્રતિકાત્મક તસવીર

જેમની પાસે રાશન કાર્ડ નથી તે પણ ભૂખ્યા નહીં રહે, સરાકરે કર્યુ વિશેષ આયોજન

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ ન કારણે લોકડાઉનમાં રેશનકાર્ડ વગરના ગરીબો પણ ભૂખ્યા ના રહે તે માટે તંત્ર એ અન્ન બ્રહ્મ યોજના ઘડી છે.  મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકોને સાથે રાખી આવા જરૂરિયાત મંદ લોકોની યાદી તૈયાર કરી તેમને બાસ્કેટ કીટ વિતરણ કરવાનું આયોજન ઘડાયું છે. કોરોના વાયરસ ના ખતરા વચ્ચે અને લોકડાઉન માં શ્રમજીવી ઓ અને ગરીબ ની હાલત કફોડી થતા રાજ્ય સરકારે રેશનકાર્ડ પર ગરીબો ને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી ગરીબ પરિવારમાં કોઈ ભૂખ્યો ના રહે.

જોકે અમદાવાદમાં કેટલાક લોકો એવા પણ છે જેઓ રેશનકાર્ડ ધરાવતા નથી જ્યારે કેટલાક એવા પરપ્રાંતીય લોકો પણ છે કે જેઓ લોકડાઉન પહેલા અમદાવાદ આવ્યા હતા. અને એકદમ દેશભરમાં લોકડાઉન જાહેર થતા અમદાવાદ જ ફસાઈ ગયા હતા. ત્યારે આવા લોકો માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત તંત્ર દ્વારા અન્ન બ્રહ્મ યોજના ઘડવામાં આવી છે.

આ પણ વાંચો :   કોરોના મામલે તબલીગી જમાતની ભૂમિકા ઉજાગર થયા બાદ પત્રકારો અને એન્કરોને કટ્ટરવાદીઓની ધમકી

જેના દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પરપ્રાંત થી આવેલા આવા લોકોનો  તેમજ જે લોકો ગરીબ છે અને તેમની પાસે રાશન કાર્ડ નથી તેનો સર્વે કરવામાં આવે તે માટેનું ખાસ ફોર્મ સંસ્થા ના સભ્યો આવા લોકો પાસે ભરાવી રહ્યા છે. જેથી રેશનકાર્ડ વગરના પણ કોઈ વ્યક્તિ ભૂખ્યો ના રહે. અન્ન બ્રહ્મ યોજના હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની શાળાઓના શિક્ષકો કામે લાગ્યા છે જેથી આ ફૂડ બાસ્કેટ નું વિતરણ કરી શકાય. ફૂડ બાસ્કેટ માં વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા, પ્રતિ કુટુંબ દીઠ 1 કિલોગ્રામ દળ અને 1 કિલોગ્રામ ખાંડ, 1કિલો મીઠું આપવામાં આવશે.

આ પણ વાંચો :  સુરત : લૉકડાઉનમાં કાળાબઝારી, ગેરકાયદેસર સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

આ ફૂડ બાસ્કેટ કીટ ફોર્મ વિતરણ માટે 90 શાળાના શિક્ષકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ અંગે સ્કૂલબોર્ડ ના શાસનાધિકારી લબ્ધીર દેસાઈએ જણાવ્યું કે અન્ન બ્રહ્મ યોજના હેઠળ જરૂરિયાત મંદ લોકોની યાદી તૈયાર કરવાનું કામમાં શિક્ષકો મદદ કરી રહ્યા છે. યાદી તૈયાર થયા બાદ આ ફૂડ બાસ્કેટ રાશન ની દુકાનોમાં થી જ વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે હાલ ગરીબ અને શ્રમજીવી લોકોને ભુખ્યાના સૂવું પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે ત્યારે આવા લોકોને અનાજ કીટ પહોંચાડવાનું પણ આયોજન તંત્ર દ્વારા કરાયું છે.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading