કોરોના વોરિયરની કમનસીબી! Covid-19 પોઝિટિવ આવતા જન્મદિવસે જ PSI હોસ્પિટલમાં દાખલ


Updated: May 23, 2020, 8:29 PM IST
કોરોના વોરિયરની કમનસીબી! Covid-19 પોઝિટિવ આવતા જન્મદિવસે જ PSI હોસ્પિટલમાં દાખલ
કોરોનાગ્રસ્ત PSIની તસવીર

શહેર પોલીસમાં ફરજ બજાવતા 79 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના પોઝિટિવ છે. અત્યાર સુધીમાં 247 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાની મહામારીમાં (corona pandamic) ફ્રન્ટ વોરિયર તરીકે કામ કરતી પોલીસ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે એ માટે કામ કરતી પોલીસ જ કોરોનાનો ભોગ બની રહી છે. રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) બાદ કન્ટ્રોલ રૂમના (control room) કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા અને હવે ઇસનપુર પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે નરોડા શેલબી હોસ્પિટલમાં ખસેડયા છે. પણ તેમની કમનસીબી એ છે કે તેઓનો આજે જન્મદિવસ છે અને આજે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

શહેર પોલીસમાં ફરજ બજાવતા 79 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના પોઝિટિવ છે. અત્યાર સુધીમાં 247 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજે પોલીસ કંટ્રોલ રૂમના આઠ પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે પણ રામોલ પોલીસસ્ટેશનના પાંચ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. બીજીતરફ ઇસનપુર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટઆફ પીએસઆઇ કે.એમ.ચાવડા ઓણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-લોકડાઉનમાં સ્ત્રીઓએ છેડ્યું અભિયાન! ગર્વ થાય એવા કામ માટે યુવતીઓ કરાવી રહી છે 'મુંડન'

પીએસઆઇ કે એમ ચાવડા ને ચાર પાંચ દિવસથી તાવ આવતો હતો. કોરોનાના લક્ષણ દેખાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. બાદમાં તેઓને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ આવતા જ ઉચ્ચ અધિકારીઓ ની સલાહ અને માર્ગદર્શનથી તેઓ પોલીસ કમિશનરે ઉભી કરેલી વ્યવસ્થા મુજબ નરોડા ખાતેની શેલબી હોસ્પિટલ માં દાખલ થયા છે. તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે હાલ તાવ નથી આવતો અને તબિયત સુધારા પર છે.

આ પણ વાંચોઃ-‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનમાં જોડાઈને નડિયાદ વૃદ્ધાશ્રમના વડીલો બન્યા યોદ્ધા

પણ પીએસઆઇ ચાવડાની બેચના અન્ય અધિકારીઓએ સોશિયલ મીડિયા પર તેમને સાજા થઈ જાય એવી શુભેચ્છા પાઠવી છે. તેમની સાથે કામ કરતા દિસ્ટાફ ના અન્ય કર્મીઓને ક્વોરોન્ટાઇન કરાયા છે અને પીઆઇ સોલંકી સહિતના લોકો પજ આગામી સમયમાં ટેસ્ટ કરાવશે. પીએસઆઇ ચાવડા નો આજે જન્મદિવસ છે.આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરનારા ઝડપાયા

સામાન્ય રીતે તેઓ જન્મદિવસની ઉજવણી કરતા હોત પણ તેઓની કમનસીબી છે કે જન્મદિવસના દિવસે જ તેઓ કોરોના ની ઝપેટમાં આવતા પરિવારથી દૂર થઈને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આવા કોરોના વોરિયર જલ્દી સાજા થઈને લોકોની સેવા કરવા પરત ખાતા માં આવે એજ શુભેચ્છા સહુ કોઈ પાઠવી રહ્યા છે.
First published: May 23, 2020, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading