Home /News /madhya-gujarat /

કોરોના સંકટના સમયે દેવદૂત બનીને આવ્યા આ કોરોના વોરિયર્સ

કોરોના સંકટના સમયે દેવદૂત બનીને આવ્યા આ કોરોના વોરિયર્સ

કોરોના સંકટના સમયે દેવદૂત બનીને આવ્યા આ કોરોના વોરિયર્સ

કોરોના વૈશ્વિક મહામારીના સમયે તેઓ છેલ્લા બે મહિનાથી એક પણ રજા ભોગવ્યા સિવાય અવિરત સમર્પિત ભાવથી પોતાની સેવાઓ આપે છે

અમદાવાદ : દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. સંકટના આ સમયમાં સરકારના વિરાટ પ્રયાસોની સાથે ઘણા માણસો પણ દેવદૂત બનીને લોકોની મદદ માટે દોડી આવતા હોય છે. આ જ સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાની મહાનતા છે જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. કોરોના સંકટના આ સમયે લોકોને મદદ કરવાના સંખ્યાબંધ ઉદાહરણો મીડિયામાં પણ જોવા મળે છે.

આજે વાત કરવી છે પાલનપુરના એક સેવાભાવી કર્મયોગી ચિરાગભાઇ ગેલાની. તેઓ પાલનપુર કલેકટરની ઓફિસમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયાના પી.એ. તરીકે ફરજ બજાવે છે. ડીસાના રહેવાસી નિલેશભાઇ બારોટના નવ માસના કુમળા બાળક ગુંજનને કોરોના પોઝિટિવ દર્દી તરીકે પાલનપુર ખાતે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો છે. આ બાળક પોઝિટિવ બ્લડ ગ્રૂપ ધરાવે છે. તેને બ્લડની તાત્કાલિક જરૂર પડતા તપાસ શરૂ કરવામાં આવી. બીમારીના સમયમાં લોકોને ઘણીવાર બ્લડ મેળવવામાં મુશ્કેલી પણ પડતી હોય છે. એવા સમયે ચિરાગભાઇ ગેલાને વોટ્સઅપ દ્વારા મેસેજ મળતાં તેમણે પાલનપુર સિવિલ હોસ્પીટલનો સંપર્ક કરી તેઓ પાલનપુર કોવિડ હોસ્પિટલ દોડી જઇ બાળકને એક બોટલ રક્તદાન કર્યુ હતું. અત્યાર સુધી ચિરાગભાઇ તેરમી વખત રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીના સમયે તેઓ છેલ્લા બે મહિનાથી એક પણ રજા ભોગવ્યા સિવાય અવિરત સમર્પિત ભાવથી પોતાની સેવાઓ આપે છે.

આ પણ વાંચો - અમદાવાદ : આત્મનિર્ભર લોનના ફોર્મ લેવા બેંકો બહાર લોકોની ભારે ભીડ

આ અંગે પ્રતિભાવ આપતાં ચિરાગભાઇ ગેલાએ કહ્યું કે, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે. બદલામાં આપણે પણ સમાજને કંઇક આપીને ઋણ અદા કરવું જોઇએ. તેમણે કહ્યું કે રક્તદાન કર્યા પછી મને સંતોષ છે કે આ કુમળા બાળકને થોડીક મદદરૂપ બની શક્યો છું અને હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે આ ફૂલ જેવું બાળક જલ્દીથી સ્વસ્થ સાજુ થઇ જાય અને તે આવતીકાલનો સ્વસ્થ નાગરિક બની લાંબુ અને સુખરૂપ જીવન પામે. તેમણે કહ્યું કે કોઇને મદદ કરવાનો સંતોષ જીવનભર યાદ રહેતો હોય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona Crisis, Corona warriors, Coronavirus

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन