કોરોનાના યોદ્ધા પણ કોરોનાની લપેટમાં, અનેક પોલીસકર્મી હાલ પણ સારવાર હેઠળ


Updated: May 21, 2020, 3:31 PM IST
કોરોનાના યોદ્ધા પણ કોરોનાની લપેટમાં, અનેક પોલીસકર્મી હાલ પણ સારવાર હેઠળ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં 20 મે સુધી આશરે 120 જેટલા પોલીસકર્મી પોઝિટીવ આવી ચુક્યા છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus) સામે હાલ સમગ્ર વિશ્વ પરેશાન છે અને તેની વેકસીન શોધવા માટે તમામ પ્રયત્નો પણ થઈ રહ્યા છે પરંતુ હાલ કોઈ વેકસીન બની નથી. કોરોના સામે લડવા દેશ એકજુટ થઈ તમામ પ્રયત્નો કરી રહ્યો છે અને જેમાં દેશમાં રિકવરી સારી મળી રહી છે પરંતુ એક ચિંતાનો વિષય જરૂર છે. કોરોનાના યોદ્ધા એવા પોલીસકર્મી હાલ આની લપેટ માં આવી રહ્યાં છે.

જે યોદ્ધાને દેશની જવાબદારી છે અને જે હાલ પણ ફ્રન્ટમાં કામ કરી રહ્યાં છે તેવા યોદ્ધા હાલ કોરોનાની લપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 20 મે સુધી આશરે 120 જેટલા પોલીસ કર્મી પોઝિટીવ આવી ચુક્યા છે અને જેમાં 75 જેટલા સારા થઈ ગયા છે અને બાકી ના 45 જેટલા હાલ પણ સારવાર અથવા હોમ કૉરન્ટાઇન છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં સોપો, વેપારીઓને લાખોનું નુકસાન

એસઆરપીની વાત કરીએ તો 175 જેટલા પોઝિટિવ છે અને જેની સામે આશરે 150 જેટલા સારા પણ થઈ ગયા છે. પરંતુ દુઃખની વાત એ છે કે અમદાવાદ ના 2 પોલીસકર્મી કોરોના સામે હારી મોતને ભેટી ગયા છે અને ગુજરાતમાં 1 એસઆરપી સહિત કુલ 3 પોલીસ કર્મીના મોત થયેલ છે. કોરોનાની લપેટમાં માત્ર કોન્સ્ટેબલ નહીં પરંતુ પીએસઆઈ, પીઆઈ અને એસપી રેન્કના અધિકારી પણ આવી ગયા છે. તેની સાથે ટીઆરબીના પણ કેટલાક જવાનો કોરોનાની લપેટમાં આવી ગયા છે.
First published: May 21, 2020, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading