કોરોના યોદ્ધા : કર્ફ્યૂમાં પણ મીડિયા કર્મીએ કર્યુ પ્લાઝમાનું ડોનેશન, વાંચીને ગર્વ થશે

કોરોના યોદ્ધા : કર્ફ્યૂમાં પણ મીડિયા કર્મીએ કર્યુ પ્લાઝમાનું ડોનેશન, વાંચીને ગર્વ થશે
પ્લાઝમાં ડોનેશનની ફાઇલ તસવીર

'અચાનક મારી એક મિત્ર નો ફેસબુક પર મેસેજ જોયો કે પ્લાઝ્માની અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે તે જ ક્ષણે નક્કી કર્યું કે હું કોઈ પણ ભોગે પહોંચી પ્લાઝ્મા ડોનટ કરી દઈશ'

 • Share this:
  અમદાવાદ : વડાપ્રધાન મોદીએ કોરોના યોદ્ધાઓના સન્માનની વાત કરી અને તેમની એક હાકલ પર દેશે આ વિચારને વધાવી લીધો, તબીબોથી લઈને નર્સ સુધી અને પોલીસથી લઈને પત્રકાર સુધી રસ્તા પર કે દવાખાને કે ઑફિસમાં કામ કરતા આ કોરોના યોદ્ધાઓ માટે દેશે ખૂબ માન આદર દર્શાવ્યો. પરંતુ ખરેખર એક કોરોના યોદ્ધા હોવું એટલે શું? જો તમને આવો પ્રશ્ન થતો હોય તો અમદાવાદના આ મીડિયા કર્મી એવા કોરોના યોદ્ધાની કહાણી વાંચવી જોઈએ. અમદાવાદના મીડિયા કર્મી જીગર દેવાણીએ કર્ફ્યૂની વચ્ચે પણ મદદની જરૂર પડતા જ કોરોના મ્હાત આપ્યાના 30માં દિવસે પ્લાઝમાં ડોનેશન કર્યુ છે. વાંચો તેમની આ પ્રેરણાત્મક કહાણી તેમના જ શબ્દોમાં

  'શનિવારનો દિવસ કરફયુ નો દિવસ અમદાવાદ શહેરમાં શુક્રવારે સાંજે 9 થી સોમવારના સાંજના 6 સુધી કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું હતું. એક બાજુ કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો હતો બીજી બાજુ અનેક લોકો મદદની હુંકાર લગાવી રહ્યા હતા મને કોરોના મટ્યાને 30 દિવસ થયા હતા અને 28 દિવસ પછી કોઈ પણ વ્યક્તિ જે કોરોના માંથી સાજો થયો હોય તે પ્લાઝમા ડોનેટ કરી શકે જેથી મેં પણ નક્કી કર્યું હતું કે હું પણ પ્લાઝ્મામાં ડોનેટ કરીશ પણ ક્યાં કોણે કેવા સંજોગોમાં તેનો ખ્યાલ ન હતો એવામાં અચાનક મારી એક મિત્ર નો ફેસબુક પર મેસેજ જોયો કે પ્લાઝ્માની અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે તે જ ક્ષણે નક્કી કર્યું કે હું કોઈ પણ ભોગે પહોંચી પ્લાઝ્મા ડોનટ કરી દઈશ. જેને જરૂર હતી તે વ્યક્તિ ઇમર્જન્સીમાં તથા તેમના પત્ની સાથે વાત થઈ અને તેમણે મને ડ્રાઇવિંગ પાસે આવેલી બ્લડ બેન્કમાં બોલાવ્યો'  પ્લાઝમા ડોનેટ કરી રહેલા મીડિયાકર્મીની ફાઇલ તસવીર


  આ પણ વાંચો : રાજકોટ : રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારંભો અટવાશે, પોલીસે મંજૂરીનો કર્યો ઇન્કાર

  'હવે કઠીન વાત એ હતી કે ઘણા બધાના એન્ટિબોડીઝ ડેવલપ ન હતા થયા છે જેથી ચાહીને પણ મદદ ન કરી શક્યા પરંતુ સંજોગો વસાત અને ઈશ્વરની કૃપાથી મારી હેલ્થ સારી હતી અને પ્રમાણમાં ખૂબ સારા એન્ટિબોડીઝ ડેવલપ થયા હોવાને કારણે હું દરેક ટેસ્ટમાંથી પાસ થઈ ગયો . આ વાતાવરણમાં એક ઈમરજન્સી પેશન્ટને પ્લાઝમા ડોનેટ કરી તને જીવ બચાવવામાં ઈશ્વરે મને નિયમિત બનાવ્યો તે માટે ખુબ આભારી છું.'

  આ પણ વાંચો :  રાજ્યમાં સોમવારથી દિવસનો કર્ફ્યૂ હટાવી દેવામાં આવશે, જલ્દી આવશે રસી : નીતિન પટેલ

  'જીવનમાં ક્યારે બ્લડ ડોનેટ નહતું કર્યું પણ પ્લાઝ્મા ડોનેટ કરી ખૂબ સંતોષ ની લાગણી અનુભવું છું. આગામી સમયમાં પણ એક મીડિયા કર્મી તરીકે અને સમાજમાં એક સારા નાગરિક રીતે હું જીગર દેવાણી સદાય મારાથી બનતા આવા પ્રયત્નો કરતો રહીશ અપીલ કરું છું એ તમામ લોકોને જે લોકોના એન્ટીબોડી સારા આવ્યા છે તેઓ પણ આગળ આવે અને આમાં અમારી ના સમયમાં લોકોના જીવ બચાવવામાં પોતાનું યોગદાન પૂરું પાડે.'
  Published by:Jay Mishra
  First published:November 22, 2020, 15:05 pm

  ટૉપ ન્યૂઝ