કોરોનાને માત આપી અમદાવાદનાં આ ડૉક્ટરે નવજાત દીકરીને નહીં પરંતુ દર્દીઓની સેવાને આપ્યું પ્રાધાન્ય


Updated: May 23, 2020, 10:08 AM IST
કોરોનાને માત આપી અમદાવાદનાં આ ડૉક્ટરે નવજાત દીકરીને નહીં પરંતુ દર્દીઓની સેવાને આપ્યું પ્રાધાન્ય
મૂળ તમિલનાડુના રહેવાસી ડૉ. સર્વનન એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.

મૂળ તમિલનાડુના રહેવાસી ડૉ. સર્વનન એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં સિવિલ હૉસ્પિટલમાં આવેલી 1200 બેડ કોવિડ હૉસ્પિટલ ખાતે મૂળ તમિલનાડુના રહેવાસી ડૉ. સર્વનન એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડો. સર્વનનના ઘરે 6 એપ્રિલના રોજ દીકરીનો જન્મ થયો છે પરંતુ તેઓ કોવિડ હૉસ્પિટલમાં ફરજ પર હોવાથી આજદિન સુધી પોતાની પત્ની અને દીકરીને રૂબરૂ મળી શક્યા નથી.

ડૉ. સર્વનનની પત્નીએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દીકરીને જન્મ આપ્યો છે. તેઓ માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં તમિલનાડુ જવાના હતા પરંતુ સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર થતાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડૉ. સર્વનન 20 એપ્રિલથી 27 એપ્રિલ સુધી કોવિડ હૉસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ થઈને માત્ર દસ દિવસમાં જ ડૉ. સર્વનનએ કોરોનાને પરાસ્ત કર્યો.

ડૉક્ટરએ કોરોનાને પરાસ્ત કર્યા પછી પણ શાંત બેઠા વિના કોરોનાના અન્ય પોઝિટિવ દર્દીઓ ઝડપભેર સાજા થઈ શકે તે માટે તેઓએ પ્લાઝમા ડોનેટ કર્યા હતા. માત્ર આટલું જ નહિ, ડૉક્ટર સર્વનન 18 મે થી પોતાની ફરજ પર હાજર થઈને કોવિડ હૉસ્પિટલ ખાતે અવિરતપણે ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : ભાભી બની જાસૂસ અને નણંદના અન્ય પુરષ સાથેના સંબંધની ખોલી પોલ

પોતાની પત્ની અને દીકરીને વીડિયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે-સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યા છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉ. સર્વનનએ પુરું પાડ્યું છે. તેઓ સાચા અર્થમાં 'કોરોના વોરિયર' છે. સાથોસાથ ડૉ.સર્વનનની નવજાત પુત્રી મોટી થઈને તેના જન્મ સમયની દાસ્તાન પિતાના મુખેથી સાંભળશે ત્યારે પુત્રી પણ ગૌરવ લેશે કે, પિતાએ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું.

આ પણ જુઓ-  
First published: May 23, 2020, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading