Home /News /madhya-gujarat /12 થી 14 વર્ષના બાળકોને આ તારીખથી આપવામાં આવશે કોરોના રસી, જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

12 થી 14 વર્ષના બાળકોને આ તારીખથી આપવામાં આવશે કોરોના રસી, જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

કોરોના વેક્સીન

કોરોના વાઈરસથી (Corona Virus) બાળકોને બચાવવા માટે રસીકરણને (Vaccination) લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે, 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

વધુ જુઓ ...
કોરોના વાઈરસથી (Corona Virus) બાળકોને બચાવવા માટે રસીકરણને (Vaccination) લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે, 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ 60 વર્ષની ઉપરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ (Booster Dose) મળી શકશે. અત્યાર સુધીમાં ભારતમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 પ્લસના લોકોને હાલમાં બુસ્ટર ડોઝ મળી રહ્યો હતો.

બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. આ સાથે એમણે વધુમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (Covid Vaccination) શરૂ થઇ રહ્યું છે. આ સાથે જ હવે 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ (Precautions Dose) પણ લઇ શકશે. આ સાથે જ તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીના રોજ બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. આ સાથે જ પહેલા તબક્કામાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ (Children) થયું હતું. જ્યારે હવેથી 12 થી 14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થઇ રહ્યું છે.

આ પણ વાંચો:  હાઇકોર્ટનો નિર્ણય : ઓફિસમાં અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર જઈ શકે છે નોકરી

કોરોનાના કેસ ઘટતાં જ લોકોમાં હાંશકારો

આ બધી વાત વચ્ચે આપણાં માટે ખુશીના સમાચાર એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના (Corona) કેસમાં (Case) ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ ઘટતાં જ લોકોમાં હાંશકારો થાય છે. આમ, જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોરોના વાઈરસના (Virus) 2503 કેસ નોંધાયા છે. જ્યારે 4377 લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે.

આ પણ વાંચો: રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સ્કિન બેન્ક શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે અનેક લોકોના પરિવારના માળા વિખૂટા પડી ગયા છે. કોઇકના ઘરમાં નાની ઉંમરમાં કોઇનું મોત થયું, તો કોઇકના ઘરમાં મોટી ઉંમરના લોકોનું મોત થયું. જો કે આ બધી વાત વચ્ચે કરુણ વાત એ છે કે કોઇના ઘરમાં એક સાથે બે મોત પણ થયા છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અનેક લોકોના કરુણ મોત આજે પણ આપણી આંખમાં આસું લાવી દે છે. જો કે હાલમાં કોરોનાના કેસ ઘટતા રાહત અનુભવાઇ છે.
First published:

Tags: Coroan vaccines, અમદાવાદ, કોરોના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો