રાજ્યના ચાર શહેરમાં પહેલી ફેબ્રુઆરીથી નાઇટ કર્ફ્યૂ હટશે કે નહીં? કેબિનેટ બેઠકમાં લેવાય શકે છે નિર્ણય

રાજ્યના ચાર શહેરમાં પહેલી ફેબ્રુઆરીથી નાઇટ કર્ફ્યૂ હટશે કે નહીં? કેબિનેટ બેઠકમાં લેવાય શકે છે નિર્ણય
ફાઇલ તસવીર.

Gujarat corona vaccination: કેબિનેટ બેઠકમાં નાઇટ કર્ફ્યૂ, ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો તેમજ ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવા અંગે ચર્ચા સંભવ.

 • Share this:
  ગાંધીનગર: દિવાળી પછી કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળા બાદ રાજ્યના ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ (Night curfew)ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં નાઇટ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ પણ આપવામાં આવી હતી. ઉત્તરાયણ (Uttarayan 2021) બાદ એવી શક્યતા જોવામાં આવી રહી હતી કે નાઇટ કર્ફ્યૂ હટાવી દેવામાં આવશે. જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે તેવું કહીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આજે ગાંધીનગર ખાતે કેબિનેટ મળી છે ત્યારે આ બેઠકમાં ચર્ચાનો એક મુદ્દો નાઇટ કર્ફ્યૂ હટાવી દેવો કે તેમાં વધારે છૂટછાટ આપવી તે રહેશે. આ મામલે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ સરકાર કોઈ નિર્ણય જાહેર કરી શકે છે. આ ઉપરાંત હાલ ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ થયા છે ત્યારે અન્ય વર્ગોનું ક્યારથી શરૂ કરવા તે અંગે પણ નિર્ણય આવી શકે છે.

  ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગનો પ્રસ્તાવ  ગુજરાતમાં હાલ ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. જે બાદમાં હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો રાબેતા મુજબ શરૂ કરવા મામલે શિક્ષણ વિભાગે પ્રસ્તાવ મૂક્યો છે. આજે કેબિનેટની બેઠકમાં ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવા મામલે ચર્ચા થવાની છે. આ ઉપરાંત ધોરણ-1થી ધોરણ-8ના વર્ગો ક્યારે શરૂ કરવા તેના વિશે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે હાલ ઓફલાઇન અભ્યાસ કરી રહેલા ધોરણ-9 અને ધોરણ-11ના શિક્ષકોને શાળાઓ બોલાવવા માટેની તારીખ જાહેર થઈ શકે છે. એટલું જ નહીં, નિયમો સાથે ટ્યુશન ક્લાસ સંચાલકોને પણ શિક્ષણકાર્ય શરૂ કરવા માટે છૂટછાટ આપવામાં આવી શકે છે.

  આ પણ વાંચો: 16 મહિલાઓની હત્યા કરનાર સાઇકો કિલરની ધરપકડ, મૃતક પાસેથી મળેલી એક ચીઠ્ઠી પોલીસને હત્યારા સુધી દોરી ગઈ!

  ગણતંત્રના દિવસે રાજ્યમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 380 કેસ નોંધાયા છે. જેની સામે 637 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,381 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.74 ટકા છે. આરોગ્ય વિભાગે મંગળવારે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં અમદાવાદમાં 89, સુરતમાં 81, વડોદરામાં 85, રાજકોટમાં 48, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 7, આણંદમાં 6, ભરૂચ, ખેડા અને કચ્છમાં 5-5 સહિત કુલ 380 નવા કેસ નોંધાયા છે.

  આ પણ વાંચો: અમદાવાદ: ભાઈના લગ્નનું મુહૂર્ત કઢાવવા જઈ રહેલી બહેનને અજાણ્યો યુવક ઘરમાં ખેંચી ગયો, ફરિયાદ દાખલ

  24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે બે દર્દીનાં મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં 1-1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 160, સુરતમાં 94, વડોદરામાં 188, રાજકોટમાં 82, કચ્છમાં 21, ગાંધીનગરમાં 13, દાહોદમાં 10 સહિત 637 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 27, 2021, 11:04 am