ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર છે. હવે તે કોરોના વાયરસથી બચાવ માટે કોરોના વેક્સીન લગાવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બીજી જુલાઈએ NTAGI એટલે કે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યૂનાઇઝેશનની ભલામણોને મંજૂરી કરી લીધી છે. જેનો મતલબ એ છે કે ગર્ભવતી મહિલાઓ હવે CoWIN પર રજીસ્ટર કરાવી શકે છે કે વેક્સીન લગાવવા માટે COVID ટિકાકરણ કેન્દ્ર જઇ શકે છે. રાજ્યમાં (Gujarat)માં આ વેકિસનેશન ડ્રાઇવ (Vaccination) માટે આરોગ્ય વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જુલાઈ મહિલાના અંતમાં સગર્ભા મહિલાઓને વેક્સિને આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે. આ અંગે રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને મહિલાઓને કઈ કઈ તકેદારી રાખવી તેની સમજણ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે અભ્યાસ કરી અને વેક્સિનેશન કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર તારીખ પણ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
વેક્સિને પહેલાં સગર્ભા મહિલાઓનું કાઉન્સેલિંગ કરાશે
કોરોના વેક્સિન આપતા પહેલાં ગુજરાતમાં સગર્ભા મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. તેમાં વેક્સિન શા માટે લેવી, તેના ફાયદા શું? સગર્ભા અવસ્થા દરમિયાન કોઈ પણ માસમાં વેક્સિન લઈ શકાય કે નહીં, કસુવાવડનું જોખમ કેટલું?, બાળક અને માતા પર જોખમ કેટલું વગેરે જેવી માહિતી આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાના કોઇપણ સ્ટેજ પર વેક્સીન લઇ શકે છે. એક સ્ટડીમાં એ સામે આવ્યું હતું કે કોરોના ઇન્ફેક્શનથી ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ રહી હતી અને તેમાં ઘણી ગંભીર બીમારીઓનો ખતરો વધવાની સાથે ભ્રૂણ ઉપર પણ અસર પડવાની આશંકા હતી.
ગર્ભવતી મહિલાઓ માટે કેટલી સુરક્ષિત છે કોરોના રસી?
આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી આપવા અંગે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સીન સુરક્ષિત છે અને કોરોનાથી સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત રાખે છે. કોઈપણ દવાની જેમ રસીમાં પણ કેટલીક આડઅસર થઈ શકે છે. જે સામાન્ય રીતે હળવા લક્ષણો હોય છે. જેમ કે હળવો તાવ, ઈન્જેક્શન લીધેલી જગ્યાએ દુખાવો અથવા રસીકરણ પછી 1-3 દિવસ માટે અસ્વસ્થતા અનુભવાય વગેર.
" isDesktop="true" id="1112673" >
રસી લીધા પછી કેટલા દિવસ સુધી અસર થઈ શકે?
મંત્રાલયે કહ્યું કે ખૂબ ઓછી (100,000-500,000માંથી એક) સગર્ભા સ્ત્રીઓમાં રસીકરણના 20 દિવસમાં કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો સગર્ભા સ્ત્રીને કોરોનાનો ચેપ લાગે છે, તો તેમાંથી 90 ટકા મહિલાઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના સ્વસ્થ થઈ જાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાનો ચેપ લાગે તો શું કરવું ?
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 35 વર્ષથી વધુ વાય ધરાવતી અને મેદસ્વીતા, શુગર અથવા બીપીથી પીડિત મહિલાઓમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ પરેશાનીઓ વધી શકે છે. જો કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ લાગ્યું છે, તો તેને ડિલિવરી બાદ તરત જ વેક્સીન આપવી જોઈએ.