જાણો ક્યા સેન્ટર પર અપાશે corona વેક્સિન, PM મોદીના સંદેશા બાદ CM રૂપાણી અભિયાનનો કરાવશે પ્રારંભ 

જાણો ક્યા સેન્ટર પર અપાશે corona વેક્સિન, PM મોદીના સંદેશા બાદ CM રૂપાણી અભિયાનનો કરાવશે પ્રારંભ 
રસીની તસવીર

અમદાવાદ શહેરના 20 સેન્ટર પર કોરોન રસીકરણ અભિયાન શરુ થશે. સીએમ અને નાયબ સીએમ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી અભિયાન શરૂ કરાવશે.

  • Share this:
અમદાવાદઃ 16 જાન્યુઆરી 2021નો દિવસ વિશ્વ ફલક પર ફરી એકવાર ભારતનો હશે. કોરોના રસીકરણ અભિયાનનો (Corona vaccination campaign) દેશમાં પ્રારંભ થશે . દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) આવતી કાલે સવારે કોરોના રસી અભિયાનનો પ્રારંભ કરાવશે . ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી (CM of Gujarat) વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ સીએમ નિતીન પટેલ (Nitin patel) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) અભિયાનમાં જોડાશે . ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે

ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચિત કરતા એએમસી હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરના 20 સેન્ટર પર કોરોન રસીકરણ અભિયાન શરુ થશે . સીએમ અને નાયબ સીએમ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી અભિયાન શરૂ કરાવશે.તે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતવાસીઓને સંદેશ આપશે . ત્યાર બાદ આ અભિયાન શરૂ થશે . અમદાવાદ શહેરમાં 20 સ્થળો પર જેમા મોટા ભાગની સરકારી હોસ્પિટલ અને એએમસીના સીએચસી સેન્ટર પર સરકારના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્ય હાજર રહેશે .

આ પણ વાંચોઃ-

વધુ ડો સોલંકી જણાવ્યુ હતું કે પ્રથમ તબક્કામાં હોસ્પિટલ સ્ટાફને કોરોના વેક્સિન અપાશે . અમદાવાદ કોર્પોરેશન પાસે હાલ 61 હજાર કોરોના વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. શહેરના તમામ સેન્ટર પર ૩ હજાર ડોઝ અપાશે. અને એક અંદાજ મુજબ પ્રથમ દિવસે જ 2 હજારથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાશે.

આ પણ વાંચોઃ-

જેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે . એએમસી આરોગ્ય ભવન ખાતે તમામ વેક્સિન સ્ટોર કરાઇ હતી. પરંતુ આજથી તમામ સેન્ટર પર કોરોના વેક્સિન ડિસપેચ કરી દેવામાં આવી છે . તમામ સેન્ટર પર વેક્સિન પહોંચી ગઇ છે.સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ
એસ વી પી હોસ્પિટલ - રાકેશભાઇ શાહ , ધારાસભ્ય
શારદાબહેન હોસ્પિટલ - રજનીભાઇ પટેલ , પૂર્વ મંત્રી
એલ જી હોસ્પિટલ - સુરેશભાઇ પટેલ , ધારાસભ્ય અને અસિત વોરા ચેરમેન ગૌણસેવા પસંદગી
વી એસ હોસ્પિટલ - કિરીટભાઇ સોલંકી , સાસંદ
જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ સોલા - ભુપેનદ્રભાઇ પટેલ
જીસીએસ હોસ્પિટલ - અજયભાઇ પટેલ ,ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંક
એસ એમ એસ હોસ્પિટલ - નરહરી અમિન , સાસંદ રાજ્ય સભા
Published by:ankit patel
First published:January 15, 2021, 19:05 pm

ટૉપ ન્યૂઝ