Home /News /madhya-gujarat /

અમદાવાદ : એક સપ્તાહમાં બીજી વખત કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરાયો, જાણો નવા દર

અમદાવાદ : એક સપ્તાહમાં બીજી વખત કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરાયો, જાણો નવા દર

પ્રતીકાત્મક તસવીર

ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓ પાસે વધુ ભાવ લેતા હોવાની ઉઠી હતી ફરિયાદ , કોવિડ સારવારના ભાવ ઘટાડવા પણ થઇ હતી રજૂઆત

અમદાવાદ : કોરોના વાયરસની હાલની પરિસ્થિતિમાં જાહેર જનતાને વધુ રાહત આપતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના સારવારના દરોમાં સપ્તાહમાં બીજી વાર ઘટાડો કરાયો છે. કોરોના મહામારી વચ્ચે છેલ્લા સાત મહિનાથી એએમસી તબક્કાવાર અનેક પગલા લઇ રહી છે. એએમસી દ્વારા કોવિડ સારવાર માટે સરકારી સાથે ખાનગી હોસ્પિટલ પણ ડેઝિગ્નેટેડ કરવાની કામગીરી કરાઇ છે. જેમા તબક્કાવાર દરોમાં સમીક્ષા કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ડિસેમ્બરથી સવારે 8 વાગ્યેથી નવા દરો લાગુ પડશે.

અધિક મુખ્ય સચિવ અને ઓ એસ ડી ડો રાજીવ કુમાર ગૃપ્તા અને કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામા બેઠક મળી હતી. આ બેઠકમાં ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ -19 હોસ્પિટલોની સંખ્યા, દર્દીઓની સારવાર બાબતે અનુભવ, ટેસ્ટિંગ માટેની સુવિધા અન્ય દવાઓની ઉપલબ્ધતા વગેરેને ધ્યાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. શહેરીજનોને ખાનગી દર્દી તરીકે કોરોનાની સારવાર મેળવતી વખતે થતા ખર્ચમાં રાહત આપવા અંગે નિર્ણય કરવા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસો. પ્રતિનિધિઓ સાથે લોકહિતમાં ખુબ જ સકારાત્મક પ્રતિસાદ આપવાના આવ્યો છે. જે અંતર્ગત બેઠકમાં ખાનગી અને એએમસી ક્વોટા દરમાં ઘટાડો કરાયો છે,

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો, 1110 નવા કેસ સામે 1236 દર્દીઓ સાજા થયા

અમદાવાદ કોર્પોરેશન અને પ્રાઇવેટ બેડ એમ બન્ને પ્રકારના બેડ ધરાવતી હોસ્પિટલ કેટેગરીમાં વેન્ટિલેટર સાથેના આઇસીયુના 19600 રૂપિયા, વેન્ટિલેટર વગરના આઇસીયુના 16200 રૂપિયા, એચ ડી યુના 11300 રૂપિયા, વોર્ડના 8100 રૂપિયા છે.

અમદાવાદ કોર્પોરેશન કવોટાની પથારીના દરમાં ખાલી અને ભરેલા બેડ માટે એક દિવસનું ભાડુ - વોર્ડના 720 ના દર ઘટાડી 650 દર ( ખાલી બેડ )
વોર્ડના 4500 ના દર ઘટાડી 4050 ( ભરેલ બેડ ). એસ યુ ડીના 1050ના દરમાં ઘટાડો કરી 950 ( ખાલી બેડ ), એસ યુ ડીના 6750ના દરમાં ઘટાડો કરી 6050 ( ભરેલ બેડ). વેન્ટિલરે વગરના આઇ સી યુના 1440 માંથી ઘટાડી 1300 રૂપિયા (ખાલી બેડ ), વેન્ટિલેટર વગરના આઇ સી યુના 9000 ના દર ઘટાડી 8100 ( ભરેલ બેડ ). વેન્ટિલટર વિથ આઇ સી યુના 1800ના દર ઘટાડી1600 રૂપિયા ( બેડ ખાલી), વેન્ટિલેટર વિથ આઇ સી યુના 11250 ના દર ઘટાડી 10100 રૂપિયા ( ભરેલ બેડ ) કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona treatment, Latest gujarati news, Latest News, Latest today news, કોરોના, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन