Home /News /madhya-gujarat /કોરોના સામે 'અભેદકિલ્લો'! અમદાવાદમાં રસ્તો બ્લોક કરવા સોસાયટીઓએ અપનાવ્યો જોરદાર આઈડિયા

કોરોના સામે 'અભેદકિલ્લો'! અમદાવાદમાં રસ્તો બ્લોક કરવા સોસાયટીઓએ અપનાવ્યો જોરદાર આઈડિયા

રિક્ષાઓથી રસ્તો બંધ કર્યાની તસવીર

અમદાવાદમાં અલગ અલગ સોસાયટીઓ નતનવાં નુસખા કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો તમે લોકડાઉનમાં બહાર નીકળ્યા તો કોરોનાથી તમે નહીં બચી શકો.

અમદાવાદઃ લોકડાઉન 3.0નું (lockdown) આજથી દેશભરમાં પાલન શરુ થઈ ચુક્યું છે. આજે પણ કોરોના વાઈરસના કેસ બમણા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) અલગ અલગ સોસાયટીઓ નતનવાં નુસખા કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો તમે લોકડાઉનમાં બહાર નીકળ્યા તો કોરોનાથી તમે નહીં બચી શકો. વાત છે અમદાવાદના વાડજથી ઉસ્માનપુરા જવા તરફના રોડની.

ભીમજીપુરાથી વાડજ જવું હોય અથવા તો ભીમજીપુરાથી અંકુર રોડ પર જવું હોય તો આ વિસ્તારની તમામ સોસાયટીઓએ માઈક્રો પ્લાનિંગ કર્યુ છે. આ વિસ્તારની 100 જેટલી સોસાયટીઓએ રિક્ષાચાલકોને એકત્ર કરીને આ વિસ્તારમાં જેટલી પણ રિક્ષા હોય તેનાં દ્રારા એક હારમાળા બનાવી છે. આ હારમાળા દ્રારા રસ્તો બ્લોક કરી દેવાયો છે. જેથી કોઈપણ વ્યક્તિ રસ્તો ક્રોસ ના કરી શકે.

આ પણ વાંચોઃ-કોરોના અંગે રાજકોટ માટે સારા સમાચાર! જંગલેશ્વરના 8 દર્દીને રજા અપાઈ, ત્રણ દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી

લોકડાઉનમાં નાના માર્ગો પર રસ્તો બ્લોક કરવાની તરકીબ
ઘણા માર્ગોને બંધ કરવા માટે અમદાવાદીઓએ આવી અવનવી ટેકનિક અપનાવી છે. આવી ટેકનિક અખબારનગર અંડર પાસથી સિંધવાઈ માતાના મંદિરથી અંદર જતાં રોડ પર પણ લોકોએ અપનાવી છે. જ્યાં લોકો પોતાની ગાડીઓ ઉભી કરીને રસ્તાને બ્લોક કર્યો છે.

આ પણ વાંચોઃ-ચેતવણી! વતન જવા ઇચ્છતા પરપ્રાંતિઓને DGPની સલાહ, 'કાયદો હાથમાં લેશો તો ચલાવી નહીં લાવાય'

લોકડાઉન 3.0 નું કડક પાલન
આજે આદેશ અનુસાર અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં લોકડાઉન 3.0નું પાલન કરવા માટે પોલીસ કડક બની ચૂકી છે. અમદાવાદમાં રોજનાં 200 પ્લસ કેસ આવતાં હવે અમદાવાદ વાસીઓ માટે પોલીસ કડક બની છે. એક તરફ લોકડાઉન હોવા છતાં અમદાવાદ અલગ અલગ વિસ્તારમાં લોકો નીકળે છે. જેમનાં વિરુધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જો તમારે સોસાયટીને વિનામૂલ્યે સેનિટાઈઝર કરાવવી હોય તો આ સંસ્થાનો કરો સંપર્ક

અમદાવાદમા સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ હોવાથી લોકો પણ લોકડાઉન હોવા છતાં નીકળે છે. જો કે ટ્રાફિક પોલીસનો મોટો સ્ટાફ આ બંને બ્રિજ પર તૈનાત હોવાથી યુધ્ધના ધોરણે કડક કાર્યવાહી કરીને અયોગ્ય કારણસર બહાર નીકળનાર વિરુધ્ધ ગુનો પણ નોંધવામાં આવે છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, અમદાવાદ, કોરોના વાયરસ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन