કોરોનાની બીજી લહેર : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 120 વેન્ટિલેટરી બેડની વ્યવસ્થા વધારાઈ

કોરોનાની બીજી લહેર : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 120 વેન્ટિલેટરી બેડની વ્યવસ્થા વધારાઈ
કોરોનાની બીજી લહેર : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 120 વેન્ટિલેટરી બેડની વ્યવસ્થા વધારાઈ

કોરોનાના વધતા કેસોની ગંભીરતાને જોતા સરકાર દ્વારા અમદાવાદ નજીક ખેડા, નડિયાદ અને આણંદમાં પણ હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને અમદાવાદના દર્દીઓનેને ત્યાં ખસેડી શકાય

  • Share this:
અમદાવાદ : એકતરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા કેસોને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્રની ચિંતા વધી છે ત્યારે એશિયાની નંબર વન ગણાતી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરી બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. હાલ 200થી વધુ વેન્ટિલેટર બેડ હતા તેમાં વધુ 120 બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. બીજી તરફ હાલમાં હોસ્પિટલમાં 50 ટકા બેડ દર્દીઓ માટે ખાલી હોવાનો દાવો હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસનું સંક્રમણ વધતા પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. કોરોનાના વધતા કેસોની ગંભીરતાને જોતા સરકાર દ્વારા અમદાવાદ નજીક ખેડા, નડિયાદ અને આણંદમાં પણ હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને અમદાવાદના દર્દીઓનેને ત્યાં ખસેડી શકાય. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે 1200 બેડની કોવિડ હોસ્પિટલ છે જ્યાં હાલ સામાન્ય બેડ 50 ટકા ખાલી છે. 30 ટકા ઓક્સિજન બેડ અને 15 ટકા ઓક્સિજન બેડ ખાલી છે. હવે 1 અઠવાડિયામાંમાં વધુ 120 બેડ વેન્ટિલેટર વધશે એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંમાં વેન્ટિલેટર બેડની સંખ્યા 320થી વધી જશે.આ પણ વાંચો - અડધું માસ્ક પહેરો છો તો થઈ જાવ સાવધાન, આટલો દંડ ફટકારવામાં આવશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપરાંત કેમ્પસની કિડની હોસ્પિટલ, કૅન્સર હોસ્પિટલ અને યુ એન મહેતા હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. જ્યાં પણ હાલ 50 ટકા બેડ ખાલી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસમાં ધીરેધીરે વધારો થઈ રહ્યો છે. રવિવારે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95 ગંભીર દર્દીઓ નવા આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સતત સેવા આપીતા ડોકટર અને નર્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

સિવિલમાં હાલ કુલ 15 ડોક્ટર કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેના પગલે દર્દીઓની સારવાર કરી રહેલા અન્ય તબીબોમાં ચિંતા વધી રહી છે. મહત્વનું છે કે દિવાળીના તહેવારમાં લોકોએ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી જે બેદરકારી દાખવી તેના જ પરિણામ સ્વરૂપ હાલ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિને જોતા અગમ ચેતીના પગલાં ભર્યા છે અને તેના ભાગરૂપે હજુ પણ હોસ્પિટલમાં દર્દીઓ માટે પથારીઓ વધારવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:November 23, 2020, 20:22 pm

टॉप स्टोरीज