દિવાળી બાદ ગુજરાતમાં corona ફરી વર્ક્યો! વધુ 1495 લોકો સંક્રમિત, રિકવરી રેટ 91.16 થયો

દિવાળી બાદ ગુજરાતમાં corona ફરી વર્ક્યો! વધુ 1495 લોકો સંક્રમિત, રિકવરી રેટ 91.16 થયો
ફાઈલ તસવીર

1167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 179953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16 થયો છે.

 • Share this:
  કઅમદાવાદઃ દિવાળીના તહેવારો (Diwali festival) બાદ ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat coronavirus update) પોઝિટિવ કેસોમાં વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1495 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા 197412એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોના કોરોનાથી મોત (corona death toll) થયા છે. આમ મૃત્યું આંક 3859એ પહોંચ્યો છે.

  રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1495 કેસ નોંધાયા છે. જ્યારે 1167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 179953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16 થયો છે. આ જ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવોમાં આવ્યા છે. રાજ્યની વસ્તીની ધ્યાને લેતા પ્રતિદિન 980.60 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 318, સુરત કોર્પોરેશનમાં 213 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 127 કેસ, રાજકોટ કોર્પોરેશન 91 કેસ, મહેસાણામાં 60 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 57, રાજકોટમાં 54 કેસ, સુરતમાં 53 કેસ, વડોદરામાં 39 કેસ, ગાંધીનગરમાં 37 કેસ, કચ્છમાં 31 કેસ, પાટણમાં 30 કેસ નોંધાયા હતા.

  આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

  આ ઉપરાંત બનાસકાંઠામાં 28 કેસ, જામનગર કોર્પોરેશનમાં 25 કેસ, પંચમહાલમાં 24 કેસ, અમદાવાદમાં 23 કેસ, ખેડામાં 23 કેસ, સાબરકાંઠામાં 21 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 20, મહિસાગરમાં 20 કેસ નોંધાયા હતા. જ્યારે બાકીના જિલ્લાઓમાં 20 કરતા ઓછા કેસ નોંધાયા હતા.

  આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

  ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના (coronavirus) કહેરનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીનાં પર્વ (Diwali festival) દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે અમદાવાદ શહેરમાં (Ahmedabad city) શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાન માં રાખી ને શહેર પોલીસ કડક પણે કર્ફ્યૂ નો અમલ કરાવી રહી છે.

  આ પણ વાંચોઃ-આશ્ચર્યજનક કિસ્સો! 18 મહિનાથી શૌચ કરવા નથી ગયો આ યુવક, રોજ ખાય છે 18થી 20 રોટલીઓ

  શહેરમાં શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી રહી છે. ઉપરાંત મોટાભાગના ચાર રસ્તા ઉપર બેરીકેટ લગાવીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા કારણોસર બહાર નીકળ્યા છે. તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.  અને જો યોગ્ય કારણ ન જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પ્રકારે શહેરમાં વાત કરીએ તો શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી આજે બપોરના 4 વાગ્યા સુધીમાં કર્ફ્યૂનો ભંગ કરવા બદલ પોલીસે 596 કેસ દાખલ કર્યા છે. અને 641 આરોપીઓની ધરપકડ કરી છે.
  Published by:ankit patel
  First published:November 22, 2020, 20:59 pm

  टॉप स्टोरीज