Home /News /madhya-gujarat /અમદાવાદ: ચાંદખેડા બાદ સાયબર ક્રાઇમમાં કોરોના વિસ્ફોટ, 4 દિવસમાં 18 પોલીસકર્મી પોઝિટિવ

અમદાવાદ: ચાંદખેડા બાદ સાયબર ક્રાઇમમાં કોરોના વિસ્ફોટ, 4 દિવસમાં 18 પોલીસકર્મી પોઝિટિવ

વધુ એક 30 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ પોલીસે ઇન્દોરની શૈલી ગોયલ ની ધરપકડ કરી.આરોપી તેના અન્ય એક મિત્ર સાથે મળી કોલસેન્ટરના પૈસા જમા કરાવવાના, બેન્ક એકાઉન્ટ મેઇન્ટેઇન કરવાનું અને કસ્ટમર ડેટા પ્રોવાઇડ કરવાનું તથા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં ભાગીદાર હતી. પ્રતિકાત્મક તસવીર

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત ૨૧થી વધુ પોલીસ કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાયબર ક્રાઇમમાં પણ કોરોના વિસ્ફોટ

અમદાવાદ : દિવાળીના પર્વ બાદ કોરોનાના કહેરનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે લોક ડાઉનમાં શરૂઆતથી જ ફ્રન્ટ લાઇન તરીકે કામ કરતા પોલીસ કર્મીઓ પણ કોરોનાના સંક્રમણમાં સાંપડયા છે.

મહત્વની બાબત તો એ છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત ૨૧થી વધુ પોલીસ કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાયબર ક્રાઇમમાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. સાયબર ક્રાઇમમાં છેલ્લા ૪ દિવસમાં ૧૮ પોલીસ કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

પંચમહાલ: બુટલેગર પાસે દિવાળીની લાંચ માંગવી ASIને ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા

પંચમહાલ: બુટલેગર પાસે દિવાળીની લાંચ માંગવી ASIને ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા

જોકે, એક સાથે આટલા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ આવતા હવે સંક્રમણ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોનું ટેમ્પરેચર ગનનું ટેમ્પરેચર માપવામાં આવે છે. સેનેટાઈઝર આપવામાં આવે છે અને માત્ર એક જ વ્યક્તિને કે જે અરજદાર છે તેને જ પ્રવેશ આપવામાં આવે છે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.

સુરત: 'મારે મરી જવું, પતિ મારી પાસે ખરાબ કરાવે', રસ્તા પર મહિલાનો હોબાળો, પોલીસ દોડતી થઈ

સુરત: 'મારે મરી જવું, પતિ મારી પાસે ખરાબ કરાવે', રસ્તા પર મહિલાનો હોબાળો, પોલીસ દોડતી થઈ

કોરોનાએ ગુજરાત સહિત દેશભરમાં જે રીતે હાહાકાર મચાવ્યો છે. જેને લઈ અનેક લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ફરી કોરોનાનો કહેર વધી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદમાં 57 કલાકના સતત કર્ફ્યૂં બાદ અમદાવાદ સહિત 4 મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂં લાગુ છે. કોરોનામાં સામાન્ય લોકોથી લઈને અનેક સેલિબ્રિટી અને નેતાઓ પણ લપેટમાં આવી ગયા છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ પણ કોરોનાના કહેરમાંથી બચી શક્યા નથી. કોરોનાના બીજા રાઉન્ડમાં હવે પોલીસ માટે પણ ચિંતા ઉભી થઈ ગઈ છે.
First published:

Tags: Ahmedabad cyber crime, Corona Positive, Coronavirus in Ahmedabad, CYBER CRIME, Policemen