કોરોના પોઝિટિવના શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા, તમામ કેસ અમદાવાદના

News18 Gujarati
Updated: April 3, 2020, 11:49 PM IST
કોરોના પોઝિટિવના શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા, તમામ કેસ અમદાવાદના
ફાઈલ તસવીર

રાજ્યમાં કોરોનાના કુલ 9 દર્દીના મોત થયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજે 135 નમૂના લેવામાં આવ્યા હતા અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 63 રિપોર્ટ પેન્ડિગ છે.

  • Share this:
અમદાવાદ : કોરોના પોઝિટિવના શુક્રવારે વધુ 7 કેસ નોંધાયા છે. આ તમામ કેસ કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાના કુલ 9 દર્દીના મોત થયા છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજે 135 નમૂના લેવામાં આવ્યા હતા અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 63 રિપોર્ટ પેન્ડિગ છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં એકનું મોત થયું છે. ગાંધીનગરના એક જ વિસ્તારમાં સૌથી વધુ કેસ છે. હેલ્પલાઈન 104 નંબર પર મદદ માટે દરરોજ 20 હજાર ફોન આવે છે.

અમદાવાદમાં (Ahmedabad) કોરોના વાયરસ (Coronavirus) ના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરતા શહેરના પાંચ સ્થળોને કલ્સટર કન્ટેઇન્ટ કરવામાં આવ્યા છે.

જમાલપુર, રખિયાલ, દરિયાપુર અને દાણીલીમડાનો કેટલોક ભાગ કલ્સટર કન્ટેઇન્ટ કરવામાં આવ્યો છે. પોલીસ બંદોબસસ્ત વચ્ચે આ વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. એએમસી ( AMC)ટીમ દ્વારા આ વિસ્તારમાં ખાદ્ય સામગ્ર સહિત વસ્તુઓ આપવામાં આવશે.
First published: April 3, 2020, 11:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading