ગુજરાત સહિત દેશભરમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે, જેમાં હવે પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહયા નથી. શહેરના 16થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાના લપેટમાં આવી ગયા છે અને જેમની સારવાર ચાલી રહી છે.
આ કોરોના મહામારીમાં હવે ફાયર વિભાગ પણ બાકાત રહયુ નથી, અને એક કર્મચારીને કોરોના થઈ ગયું છે. પરંતુ આ મહામારી વચ્ચે એક પોલીસ કર્મચારીનો કંટ્રોલમાં મેસેજ આવતા તંત્રમાં ઓહાપો મચાવી દીધો છે.
આ મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર અને જેમાં dr અને પેરા મેડિકલ સ્ટાફની કામગીરી ખરેખર સરાહનીય છે, એમાં કોઈ બેમત નથી પરંતુ રાણીપ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી, જેણે પણ આ લડાઈમાં મોટું યોગદાન છે, તેણે એક કંટ્રોલ મેસેજ આપતા તંત્ર સામે સવાલ ઉભા થઈ ગયા.
રાણીપના આ પોલીસ કર્મચારીને 18 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેણે કંટ્રોલમાં મેસેજ આપ્યો કે તેને બેડ નથી આપવામાં આવ્યો અને જમીન પર એક પથારી આપવામાં આવી છે, અહીં પંખો પણ નથી. આ મેસેજ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કામે લાગી ગયા અને કોન્સ્ટેબલ સાથે વાત કરી તમામ વ્યવસ્થા કરી આપવાની વાત પણ કરી છે.
હવે મહત્વની વાત એ છે કે, આ સંજોગોમાં મેડિકલ સ્ટાફ અને પોલીસ બંને મહત્વના પાસા છે અને બંને જીવના જોખમે મહામારીના સમયમાં કામ કરી રહયા છે. ત્યારે પોલીસ કર્મીના આ મેસેજથી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળ્યો હતો.
Published by:News18 Gujarati
First published:April 19, 2020, 17:42 pm